મેષ રાશિ :-
આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે. તમારા કામમાં આવેલ મુશ્કેલીઓનો ઉકેલ આવતો જણાશે. તમારા કામમાં થતી દોડધામમાં ઘટાડો થશે. સામાજિક અને સંસ્થાકીય કામોમાં વ્યસ્ત રહી શકો છો. તમારી સાથે રહેતા દરેક લોકોનો તમને સાથ સહકાર મળી શકે છે. નાણાકીય બાબતોમાં સારું અનુભવાય જમીન મકાન મિલકત વાહન મળી શકે છે.
આરોગ્યની બાબતમાં ધ્યાન રાખવું જરૂરી છે. દોડધામ થઈ શકે છે. શ્રમ વાળો કાર્ય કરવું પડી શકે છે. પરિવાર તરફથી સહકાર મળી શકે છે. નવા મિત્રો મળી શકે છે.
વૃષભ રાશિ :-
શરૂઆત તમારા માટે સારી રહે છે. આપણી બુદ્ધિ અને અનુભવથી દરેક કાર્યનો ઉકેલ મેળવી શકો છો . બીજા સાથી કર્મચારીનું કામ આવી જવાથી કામમાં વધારો થઈ શકે છે. તબિયત નાજુક જણાય તમારા ખરીદીના ખર્ચ વધી શકે છે.
લોકો સાથે નાણાકીય લેવડ દેવળમાં ધ્યાન રાખો વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું રહેશે. માનસિક સમતોલન રાખો જરૂરી છે. તમારી પાસે રહેલી દરેક વસ્તુને સમજી વિચારી ને વાપરવી જોઈએ.
મિથુન રાશિ :-
તમારા કાર્યમાં રૂકાવટ કે વિલંબ થઈ શકે છે. તમને તમારું કામ કરવાના ઉત્સાહમાં વધારો થતો જણાઈ શકે છે. તમે તમારી મહેનતથી કામ કરી કામનો ઉકેલ લાવી પ્રગતિ કરી શકો છો. સરકારી કામકાજ અંગે મુલાકાત થઈ શકે છે. કોર્ટ કચેરીના કામમાં ઉતાવળ ન કરવી જોઈએ.
તમારા સીઝનલ ધંધામાં હરીફાઈ થતી જણાશે. તમે તમારા કામમાં વ્યસ્ત રહો વિદ્યાર્થીઓને સફળતા મળશે જે લોકો સાથે દુશ્મની છે. તેમની સાથે સમાધાન થઈ શકે છે. ટેન્શન હળવું થાય આરોગ્યમાં સુધારો થતો જણાશે.
કર્ક રાશિ :-
કામ કરવાનો યોગ્ય સમય લાગશે. નોકરી કે ધંધા પર જાવ ત્યારે તમને ઘર પરિવારને ચિંતા થશે. અને નોકરી કે ધંધાના સ્થળ પર તમે ચિંતા કરશો. જેમ જેમ સમય પસાર થતો જશે. તેમ તેમ તમારી ચિંતામાં રાહત થતી જશે. તમારી વાણીથી તમને લાભ થઈ શકે છે. રાજકીય કાર્યમાં દોડધામ થઈ શકે છે.
પ્રવાસ થવાની સંભાવના રહેલી છે. સંતાનના પ્રશ્ન અંગે થોડી ચિંતા ઓછી થશે. મધ્યમ વર્ગની સ્ત્રીઓને કામકાજમાં સફળતા મળી શકે છે. તમને રહેલું ટેન્શન હળવું બની શકે છે.
સિંહ રાશિ :-
તમને તમારા યસ-પદ-ધન-સંપત્તિ માં વધારો થાય તેવા વિચાર આવી શકે છે. સંયુક્ત ધંધામાં તમને તમારા ભાઈઓ મિત્રો અને સાથીદાર તરફથી સાથ અને સહકાર પ્રાપ્ત થતા આનંદ મળશે. પુત્ર પૌત્રીના કામમાં દેશ પરદેશમાં જવાનું થઈ શકે છે.
મહત્વના નિર્ણયો લેતા સમયે કોઈ પણ પ્રકાર નહીં ઉતાવળ ન કરવી જોઈએ. નોકરી ધંધાના કામકાજ અંગે બહાર જવાનું થઈ શકે છે. સંતાન પ્રાપ્તિ માટેની ચિંતા થઈ શકે છે. ધીમે ધીમે ટેન્શન હળવું બની શકે છે.
કન્યા રાશિ :-
તમારે તમારા વ્યવહારિક કામથી જ જવાનું થવાનું હોવાથી કાર્યમાં કાર્યમાં વ્યસ્તતા રહેશે. ધંધામાં આકસ્મિક ગ્રાહકો આવવાથી ફાયદો થશે. તમે કરેલા કાર્યની પ્રશંસા થવાથી તમને કાર્ય કરવામાં ઉત્સાહ વધશે. તમે તમારા કાર્યમાં વ્યસ્ત રહેશો.
તમે કરેલા કાર્ય બદલ તમારા ધનમાં વધારો થશે. સંપૂર્ણ દિવસ શાંતિથી પસાર કરી લેવો. તમારા જુના સ્મરણો તાજા કરવા.
તુલા રાશિ :-
માનસિક થાક અનુભવશો વધારે પડતા કામના વિચારો આવવાથી કામમાં વિલંબ થતો જણાશે. પરંતુ કોઈ એક કાર્યને નક્કી કરી તે કામ પૂર્ણ કરવામાં લાગી જવાથી શાંતિ અને રાહત મળશે. સિઝનલ ધંધામાં વધુ આવક થશે. તમારા કામનો કોઈ ચોક્કસ ઉકેલ તમને મળવાથી આનંદ થશે.
આજે કોઈ નવી ખરીદી કરી શકો છો. કોઈપણ નિર્ણય લેતી વખતે તમારા ભૂતકાળ અને તમારે યાદ કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. સ્ત્રી વર્ગને તેના લીધેલા નિર્ણયમાં સફળતા મળી શકે છે. ખર્ચ વધુ થતો જણાશે.
વૃશ્ચિક રાશિ :-
ઘર કાર્ય માટે ખર્ચ ખરીદીના લીધે નાણાકીય ભીડનો અનુભવ થશે. કોર્ટ કચેરીના કામમાં કે અન્ય કોઈ કામમાં ઉતાવળ કરવી જોઈએ નહીં. ઉતાવળ કરવાથી તમારો કામ બગડી શકે છે. મહત્વના કામકાજ અંગે લોકો સાથે મુલાકાત થઈ શકે છે.
કુટુંબ અને પરિવારને સમય આપો લોકો સાથે નાણાકીય લેવડદેવડમાં ધ્યાન રાખવું જોઈએ. વિદ્યાર્થીઓને પરીક્ષા નું ટેન્શન રહેશે.
ધન રાશિ :-
તમને તમારા કામમાં થોડા સમય માટે સાનુકૂળતા મળી રહેશે. તમને તમારા પરિવારને સાથ સહકાર મળવાથી કામનો યોગ્ય ઉકેલ સરળતાથી જણાશે. કામનો ઉકેલ મળવાથી તમને આનંદ અનુભવાશે. જમીન મકાન કે વાહનને નવી ખરીદી કરી શકો છો.
કોઈના આવેસમાં આવીને ગુસ્સે ન થવું જોઈએ. પરિવારને ચિંતા થશે. સ્ત્રીવર્ગ ને પતિ સંતાન ની ચિંતા રહે. અને સાર સંભાળ રાખવી.
મકર રાશિ :-
તમારે તમારા મિત્રના કામકાજ ને કારણે તેમને મદદ કરવા માટે દોડધામ થઈ શકે છે. આપને બુદ્ધિ અનુભવ આવડત અને મહેનતથી તે કામનો યોગ્ય ઉકેલ લાવી શકો છો. પરદેશમાં થતા કામમાં તમને પ્રગતિ થતી જણાશે.
નાણાકીય જવાબદારી આ કામમાં થોડી સાવચેતી રાખવી જોઈએ. ગુસ્સામાં આવીને કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. જોઈએ નવા કપડા ની ખરીદી થઈ શકે છે.
કુંભ રાશિ :-
તમારા સાથ અને સહકારથી તમારા કામ સફળતાપૂર્વક થઈ શકે છે. તમને તમારા કાર્યમાં નિવૃત્તિ મળી શકે છે. આજનો દિવસ તમારે તમારું વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. પીળા કલરના કપડા પહેરો તો તમારા માટે શુભ ગણાશે.
જો તમે કોઈ કામથી લાંબી મુસાફરી કરવાના હોય તો પોતાના પ્રાઇવેટ વાહન નો ઉપયોગ ના કરવો જોઈએ. અકસ્માતને સંભાવનાઓ રહેલી છે
મીન રાશિ :-
આજે તમને કામ કરવાની ઈચ્છા થશે નહીં. તમારા કાર્યમાં આવતા જશે. એટલે તમને કામ કરવામાં આવી શકે છે. તમારા ધનમાં વધારો થઈ શકે છે. તમારા પરિવારને તબિયત ધ્યાન રાખો જરૂરી છે. નોકરી ધંધામાં મળતા ફળ દૂર થતું જણાશે.
નોકરી ધંધામાં આવતા અવરોધો ધીમે ધીમે દૂર થતા જશે. તમારા મનમાં રહેલી મૂંઝવણો દૂર થતી જશે. આરોગ્યની બાબતમાં સાચવવું પડશે