સુરત બની ગયું યુપી-બિહાર..! સુરતમાં કારીગરોએ કારખાનાના માલિક તેના પિતા અને મામાનો જીવ લઈ લીધો…જુઓ ઘટના ક્યાં કારણે બની …

Spread the love

સુરત શહેરમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. સતત સુરત શહેરમાં આવી ઘટનાઓ વધતા હવે એવું લાગે છે કે,સુરતમાં લુખ્ખા તત્વ અને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર નથી રહ્યો. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીયલમાં નોકરીમાંથી કાઢી મુકતા બે કારીગરોએ એમ્બ્રોઈડરી કારખાનાના માલિક તેના પિતા અને મામાનો જીવ લઈને ફરાર થઈ ગયા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરવાની કામગીરી શરૂ કરી હતી. મૃત્યુ પામેલા કારખાનાના માલિકના પરિવાર જનો દ્વારા આરોપીઓ સામે ઝડપી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તેનીમાંગ કરવામાં આવી હતી. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયા છે.સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીયલમાં વેદાંત ટેક્સો નામનું એમ્બ્રોઈડરીનું કારખાનું આવેલું. અહીં, કારખાનાના માલિક ઉપર ત્યાં કામ કરતા બે કારીગરો એ જીવલેણ હુમલો કર્યા હતા. આ ઘટનામાં કારખાનાના માલિક કલ્પેશભાઈ ધોળકિયા, તેમના પિતાજી ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ ઘટના બનતા જ ધોળકિયા પરિવારમાં માતમ છવાઈ ગયો. હાલમાં, સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી. મળતી માહિતી અનુસાર, આ ઘટના આજરોજ સવા નવ વાગ્યાની આસપાસ બની. મળતી માહિતી અનુસાર, કલ્પેશભાઈ પોતાના કારખાનામાં કામ કરતાં બે કારીગરોને 10 દિવસ પહેલાં છૂટા કરી દીધા.

તેની અદાવત રાખીને કારીગર હોય આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, નાઈટશિપમાં કામ કરતાં કારીગરો યોગ્ય કામગીરી કરતા હતા નહિ. તેથી તેમને છૂટા કરી દેવામાં આવ્યા. જેને લીધે આજરોજ વહેલી સવારે કારખાનામાં આવીને કારીગરોએ કારખાનાના માલિક, તેમના પિતા અને મામા ઉપર જીવલેણ લઈને હુમલો કર્યા હતા.

ત્રણેય આ ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા છે. પોલીસે બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર, એક કારીગરે ભૂલ કરી હતી જેના કારણે ઘણો બધો માલ ખરાબ થયો. જેથી કારખાના ના માલિક કલ્પેશભાઈ તેમને રૂપિયા આપીને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. જેની લીધે આજ બંને કારીગરો કારખાને પહોંચ્યા હતા. અને આ ઘટનાને અંજામ આપ્યો.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃત્યુ પામેલા ત્રણેય વ્યક્તિઓના મૃતદેહને કિરણ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા અને કુમાર કાનાણી સહિતના નેતાઓ હોસ્પિટલ પહોચીયા હતા. આ ઘટના બનતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસની જુદી જુદી ટીમ દોડતી થઈ ગઈ હતી.

નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક 24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.