નાક દ્વારા આપવામાં આવતી કોરોનાની નેઝલ વેક્સીનની કિંમત નક્કી થય ગઈ છે,જાણો કેટલો ગેસ્ટ ચાર્જ હશે અને કેટલો હોસ્પિટલ ચાર્જ હશે ?

Spread the love

 નવી દિલ્હી / Nasal Vaccine :-કોરોનાના વધતા મામલા વચ્ચે એક સારી ખબર આવી રહી છે કે, જેમાં હવે ઈન્જેક્શન દ્વારા નાકથી અપાતી વેક્સિન(Vaccine)ને મંજૂરી અપાઈ છે. જોકે અત્યાર સુધીમાં આ વેક્સિન અપાઈ નથી. હવે તેને કોવિન પોર્ટલ પર લિસ્ટ કરવાની મંજૂરી મળી છે. જે બાદ iNNOVACC હવે CoWin પર ઉપલબ્ધ છે. આ વેકસીનની કિંમત પ્રાઈવેટ માર્કેટમાં 800 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં આ વેકસીન 325 રૂપિયામાં ઉપલબ્ધ થશે. વધુ જાણકારી પ્રમાણે, નેઝલ વેક્સિનેશન જાન્યુઆરીના ચોથા સપ્તાહથી શરૂ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.

હવે આપણે નાકની રસીની કિંમત કેટલી હશે તે જાણીયે?

IANSમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, માર્કેટમાં નાકની રસીની કિંમત 800 રૂપિયા નક્કી કરવામાં આવી. આ ઉપરાંત, સરકારી કેન્દ્ર પર તેની કિંમત 325 રૂપિયા રાખવામાં આવી. જોકે, શરૂઆતમાં આ વેકસીન માત્ર ખાનગી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ થશે. આ વેકસીન નું બુકિંગ કોવિડ એપ પરથી કરી શકાય છે. ભારત બાયોટેકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ રસી આવતા મહિને જાન્યુઆરીના ચોથા સપ્તાહથી ઉપલબ્ધ થવાનું શરૂ થાય શકશે.

બૂસ્ટર ડોઝ તરીકે અપાશે આ વેકસીન નેઝલ વેક્સિન:-

આ ઉપરાંત ,વધુ જાણકારી પ્રમાણે, રાજ્ય સરકારો અને ભારત સરકાર દ્વારા મોટી જથ્થામાં ખરીદી માટે iNCOVACCની કિંમત 325 રૂપિયા પ્રતિ ડોઝ રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારે હાલમાં જ ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મંજૂરી આપી. આ વેક્સિનનું નામ iNCOVACC વેકસીન છે. કોવિન પ્લેટફોર્મ પર આ વેક્સિન પણ ઉપલબ્ધ છે. આ વેકસીન 18 અથવા 18 વર્ષ ની ઉંમરથી વધુ ના લોકો ને આપવામાં આવશે. નાકથી અપાતી આ વેક્સિનને બૂસ્ટર ડોઝ તરીકે ઓળખવામાં આવશે.

૧૮ વર્ષે થી મોટા ને અપાશે આ વેક્સિન:-

વર્તમાનમાં ભારત બાયોટેકની કોવેક્સિન, સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ અને કોવોવેક્સ, રશિયન સ્પુતિનિક વી અને બાયોલોજિકલ લિમિટેડની કોર્બેવૈક્સ વેક્સિન કોવિન પોર્ટલ પણ લિસ્ટ માં સામેલ છે. ભારત બાયોટેકે પાછલા 6 સપ્ટેમ્બરે જાહેરાત કરિયું હતું કે દુનિયાની પહેલા ઈન્ટ્રાનેઝલ કોવિડ-19 વેક્સિનને ડીસીજીઆઈ તરફથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી છે.

નેઝલ વેક્સીન શું છે તે જાણો?

આ વેક્સીન નાક દ્વારા આપવામાં આવે છે. અન્ય રસીઓથી આ રસી વિપરીત, તે ઇન્જેક્ટ કરવામાં આવતી નથી.પરંતુ રસીના માત્ર બે ટીપા નાકમાં નાખવામાં આવે છે. કંપનીએ કહ્યું કે,નેઝલ રસીનું પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કામાં સફળ ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે,હાલમાં દેશમાં લોકોને સીરમ ઈન્સ્ટિટ્યૂટનું કોવિશિલ્ડ અને કોવેક્સ, ભારત બાયોટેકની કોવેક્સિન, રશિયન વેક્સીન સ્પુટનિક વી અને સ્વદેશી કોર્બેવેક્સ રસી આપવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અભીતક24 ન્યૂઝ સાથે.
અમારું Facebook Page લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Whatsapp પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.