બાગાયતી પાકોમાં મુખ્ય બે પાકો કેરી અને ચીકુ જે કોરોનાથી અત્યાર સુધી વાતાવરણની વચ્ચે પીસાતા આવ્યા છે. પરંતુ હાલ આંબા ઉપર ભરપૂર માત્રામાં ફૂલ ખીલ્યા છે. આગળ સમયમાં સારી એવી કેરી આંબા પર થાય તેવી શક્યતાઓ રહેલી છે.
દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં બાગાયતી ખેતી થાય છે.આ વિસ્તારને બાગાયતી વિસ્તાર કહેવાય છે. જેમાં ખેડૂતો મોટા ભાગમાં ફળનું ઉત્પાદન કરતા હોય છે. આ તમામ ફળ પાકો ખેડૂતોને વાર્ષિક આવક મળે છે. પરંતુ, આ આવક વાતાવરણના પલટામાં એક પ્રકારનો ખર્ચ બની જાય છે. જેને લઈને બાગાયતી પાકો પર વીમા રક્ષણ આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી છે.
દક્ષિણ ગુજરાતનો મહત્વનો ગણાતો બાગાયતી પાક કેરી જેમાં દોઢ દાયકા બાદ ભરપૂર માત્રામાં કેરી આવે તેવી શક્યતાઓ છે. પરંતુ, વાતાવરણનો પલટો ખેડૂતો માથે હજી પણ કાળ સામો બનિયો છે.
બાગાયતી પાકોમાં મુખ્ય બે પાકો કેરી અને ચીકુ જે કોરોના કાળથી અત્યાર સુધી વાતાવરણની વચ્ચે પીસાતા આવ્યા છે. પરંતુ હાલ જ્યારે આંબા ઉપર ભરપૂર માત્રામાં ફૂલ ખીલ્યા છે. આવનારા સમયમાં સારી એવી કેરી આંબા પર થાય તેવી શક્યતાઓ સેવાય રહી છે. પરંતુ, વાતાવરણ પલટાને કારણે આ કેરીના પાકનો પણ દાટવાડે તેવી શક્યતાઓ વધી રહી છે.તેને લઈ ખેડૂતો બાગાયતી પાકને પણ વીમા રક્ષણ પૂરું પાડવામાં આવે તેવી માંગ કરી છે.
દરોજ્જ બદલાતા હવામાનને લઈને કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને મેઘદૂત નામની એપ્લિકેશન નો લાભ લેવા માટે પણ કહેવામાં આવ્યું છે. કારણ કે, આ એપ્લિકેશન દ્વારા ખેડૂત આવનારા 15 દિવસની વાતાવરણની જાણકારી ઘર બેઠા પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકે. આ સાથે વધુમાં વૈજ્ઞાનિક ઓર્ગેનિક અન્ય ભલામણ કરેલી ખેતી ખેડૂતોએ પોતપોતાની જમીન અનુસાર કોઠાસૂઝથી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી ખેતી કરવા કૃષિ યુનિવર્સિટી દ્વારા અપીલ કરી છે.દક્ષિણ ગુજરાતમાં વર્ષોથી ખેડૂતોની ફ્રુટ સેટિંગ સિસ્ટમ જે ખોરવાઈ છે તેને લઈને બાગાયતી પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન જઈ રહ્યું છે. હાલ જ્યારે તમામ પ્રકારની વસ્તુઓમાં ઇન્સ્યોરન્સ સરકાર દ્વારા આપવામાં આવે છે ત્યારે આ બાગાયતી પાકોમાં પણ ઇન્સ્યોરન્સ સરકાર દ્વારા આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે જે સરકારે સંતોષવી જ રહી.
નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઓપચારિક રીતે શિયાળો બેઠો હોય તે વાતાવરણ 10 ડિગ્રીની આસપાસ રહેવા પામ્યું છે. જેને કારણે કેરી માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે. ઠેર ઠેર આંબાવાડીમાં આંબા પર મોર પુષ્કળ પ્રમાણમાં જોઈ શકાય છે. જેથી શરૂઆત થતી જ કેરી સિઝન સારી જશે તેવું અવલોકન કૃષિ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે ગુણવત્તા યુક્ત કેરીનું ઉત્પાદન વધતા ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સારી થશે જેને કારણે છેલ્લા બે વર્ષની માવઠા અને વાવાઝોડા ના કારણે જે નુકસાન થયું છે તેના કર્જામાંથી ખેડૂતો મુક્ત થશે.