બેંગકોકથી ભારત આવી રહેલી ફ્લાઈટમાં બે વ્યક્તિ વચ્ચે થઈ મારામારી, વીડિયો થયો વાયરલ

Spread the love

બેંગકોક(Bangkok)થી ભારત આવી રહેલી થાઈ સ્માઈલ ફ્લાઈટમાં બે વ્યક્તિ વચ્ચે મારામારી થઈ હતી. આકાશમાં હજારો ફૂટ ઉંચી ઉડતી ફ્લાઈટની અંદર બે મુસાફરો(Passenger)ની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ(Viral) થયો છે. સોશિયલ મીડિયા(Social Media) દ્વારા પણ આવી ઘટનાઓ સામે આવી.

તાજેતરની ઘટનાનો વિડિયો જોઈને ખ્યાલ આવે છે કે હવે ફ્લાઈટમાં પણ અપરાધની ઘટનાઓ સતત વધી રહી છે. આ મામલો મંગળવાર અને 27 ડિસેમ્બર નો છે.

વાયરલ થઈ રહેલી ઘટનાના વીડિયોમાં, બે વ્યક્તિને એકબીજા સાથે દલીલ કરતા જોઈ શકાય છે. જ્યારે એક ફ્લાઈટ એટેન્ડન્ટ પરિસ્થિતિને સાન્ત પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. બે પુરૂષ મુસાફરો એકબીજા સાથે ઝપાઝપી કરે છે.

જેમાં એક મુસાફર બીજાને “હેન્ડ્સ ડાઉન” કહેતા સાંભળી શકો છો. તે વારંવાર બૂમો પાડતો જોવા મળે છે, “તમારા હાથ નીચે રાખો”. થોડી જ વારમાં બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ જાય છે અને આ મામલો મારામારી સુધી પહોંચી ગયો છે.

વિડીયોમાં એક મુસાફર તેના ચશ્મા ઉતારીને બીજા મુસાફરને મારવાનું શરૂ કરતો બતાવે, તેના મિત્રો પણ આ બોલાચાલીમાં જોડાય છે. બીજો માણસ વળતો પ્રહાર કરતો નથી. અને માત્ર પોતાના પરના હુમલાને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું લાગે છે.

ફ્લાઇટ એટેન્ડન્ટ બંનેને અલગ કરવાનો પ્રયાસ કરે છે. સહ-યાત્રીઓ અને ફ્લાઇટ એટેન્ડન્ટ માણસને થોભવા અને શાંત થવા વિનંતી કરતા સાંભળી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અભીતક24 ન્યૂઝ સાથે.

અમારું Facebook Page લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Whatsapp પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.