તમને બધાને ખબર હશે કે, 24 ડિસેમ્બરના રોજ માત્ર 20 વર્ષની જાણીતી ટીવી એક્ટ્રેસ તુનિષાએ મેકઅપ રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું. આ ઘટના બનતા જ સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રીમાં માતમ છવાઈ ગયો. હાલમાં, આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી છે. તુનિષાના મૃત્યુનું હજુ સાચું કારણ સામે નથી આવ્યું .
મંગળવારના રોજ સાંજના સમયે તુનિષાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંતિમ સંસ્કાર વખતે તુનિષા લાલ સાડીમાં દુલ્હનની જેમ તૈયાર કરવામાં આવી. અંતિમ વિદાયમાં જ્યારે ત્યાં હાજર લોકોએ તુનિષાને જોઈ ત્યારે તમામ લોકો રડી પડ્યા. પોતાના જીવ કરતાં પણ વધારે વ્હાલી દીકરીને જોઈને માતા બેહોશ થઈ ગઈ. જેના કેટલાક વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થયા છે.
તુનિષા ખૂબ જ નાની ઉંમરમાં ઘણા બધા ટીવી શો કર્યા. અને આગામી સમયમાં પણ તેની પાસે કામ કરવા માટે ઘણા બધા પ્રોજેક્ટ ત્યાર હતા. તો ચાલો. તુનિષાના પરિવારમાં કોણ કોણ છે. અને તુનિષા પાસે કરોડની સંપત્તિ હતી. તુનિષાનો જન્મ 4 જાન્યુઆરી 2002 ના રોજ થયો હતો. તુનિષાએ ખૂબ જ નાની ઉંમરે અભિનય શરૂ કર્યું.
તુનિષાનું હુલામણું નામ તન્નુ હતું. તુનિષાના પરિવાર વિશે વિગતવાર માહિતી નથી પરંતુ મળતી માહિતી અનુસાર, તે પોતાના માતા બહેન અને ભાઈ સાથે ચંદીગઢમાં રહેતી હતી. તુનિષાએ પોતાનો અભ્યાસ ચંદીગઢમાં કર્યો. એક્ટિંગમાં કરિયર બનાવવા માટે તે મુંબઈ આવી.
તુનિષાએ ખૂબ જ નાની એવી ઉંમરમાં ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણું મોટું નામ બનાવી લીધું.અને નામની સાથે તેને ઘણી બધી સંપત્તિ પણ બનાવી. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, તુનિષા પાસે લગભગ બે મિલિયન ડોલરની સંપત્તિ હતી. એટલે કે 15 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલકીને હતી.
તેની પાસે કરોડોની કિંમતનો આલીશાન એપારમેન્ટ અને આ સિવાય ઘણી લક્ઝરી કાર છે. 20 વર્ષની ઉંમરે તેને પોતાની મહેનતથી કરોડો રૂપિયાની સંબંધી ઊભી કરી હતી. 2015માં તેને પોતાનો અભિનય શરૂ કર્યો હતો. જે ઉંમરે લોકો નોકરીએ ચડીને પોતાના કરિયરની શરૂઆત કરે છે. તે ઉંમરે તનિષા કરોડોની માલકીન બની ગઈ હતી. પરંતુ આજે આ બધી સંપત્તિ કંઈ કામની ન રહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અભીતક24 ન્યૂઝ સાથે.
અમારું Facebook Page લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
Whatsapp પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.
નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.