અમિતાનું નસીબ સાઈડ પર જ રહ્યું

Spread the love

શમ્મી કપૂર સાથે ઘણી હિરોઈનને  કાર્ય કર્યું. તેમાં કેટલીક સ્ટાર બની કેટલીક સ્ટાર થતા થતા અટકી ગઈ. શમ્મી સાથે લોન્ચ થયેલી અભિનેત્રીઓમાં એક શર્મિલા ટાગોર (કાશ્મીર કી કલી) બીજી આશા પારેખ (દિલ દે કે દેખો) ત્રીજી શાયરા બાનુ (જંગલી) ને સફળ કહી શકો. કલ્પના ઓછી સફળ રહી અને અન્ય એક તે અમીતા (તુમસા નહિ દેખા). અમિતાનું સાચું નામ ગમન સુલતાના પણ ત્યારે હિન્દુ નામ રાખવા પડતા આજે નથી રાખવા પડતા. પ્રેક્ષકો અને ફિલ્મ ઉદ્યોગ હવે એવી જરૂર જોતા નથી. અમિતાને જ દીકરી સબીહા એ નામ બદલ્યા વિના ફિલ્મોમાં કામ કર્યું છે.

અમિતા કોલકત્તામાં 11 એપ્રિલ 1940 માં જન્મેલી અને અત્યારે તેનો ૮૨ મું વર્ષ ચાલે છે. અમિતાની અમ્મા પણ એક્ટ્રેસ હતી, અને શંકુતલા દેવી નામે કામ કરતી હતી. તે મૂળ લાહોરની હતી. પાકિસ્તાનના અભિનેતા અસલમ પ્રવેશને તે બહેન હતી. અમિતા મુંબઈ આવી બોર્ડિંગ સ્કૂલમાં રહીને ભણેલી તેની ફેવરિટ એક્ટ્રેસ મધુબાલા હતી. 11 વર્ષની હતી ત્યારે તે ‘બાદલ’ ફિલ્મની મધુબાલા ની જેમ તલવારબાજી કરતી હતી.

દિગ્દર્શક દેખરાજ ભાખરીયે તેને જોઈ અને ઠોકર ફિલ્મમાં તેને સાઈડ હિરોઈન બનાવી તે વખતે ભાખરીએ તેને જય જયંતી નામ આપેલું પછી વિજય ભટ્ટની ‘શ્રી ચેતન્ય મહાપ્રભુમાં’ તેને તક મળી ત્યારે નામ બદલાવ્યુ. અને અમિતા થયું, તે ફિલ્મમાં આશા પારેખ પણ હતી. ફિલ્મ સફળ ન રહી પણ તેને કામ મળતું રહ્યું. અને ‘અમર કીર્તન’, ‘બાદલ ઓર બીજલી’, ‘બાગી સરકાર’, અને ‘ઇન્દ્રસભા’માં આવી તેને ‘અભિમાન’ અને ‘જમાના’ ફિલ્મો મળી પણ તેને ઓળખ મળી. શમ્મી કપૂર સાથેની તુમસા નહિ દેખાતી ફિલ્મી સ્થાનના એક માલિક તોલારામ જલન તેના દિવાના થઈ ગયા. અને તેમણે અમિત અને સ્ટાર બનાવવામાં મોટી મદદ કરી.

વિજય પટેલ તેણે ફરી એક ફિલ્મમાં સ્થાન આપ્યું. અને તે હતી ‘ગુંજ ઊઠી સહનાઈ’ આ ભૂમિકા માટે આશા પારેખ પસંદ કરાયેલી પણ અમિતા નક્કી થઈ ગઈ. આ ફિલ્મ જબરદસ્ત સફળ રહી તે માટે રાજેન્દ્ર કુમારની નાયકા તરીકે આવેલી જોકે તે સફળતા રાજેન્દ્રકુમાર અને ગીત સંગીત ના નામે ચડી એટલે તેને પછી જે ફિલ્મ મળી તે મલ્ટી સ્ટાર ‘રાખી’ હતી. જેમાં અશોકકુમાર, વહીદા રહેમાન પ્રદીપકુમાર હતા .તે ફિલ્મ બહુ સહજ ન રહી એટલે તે બાજુ પર ખસતી ગઈ મેરે મહેબૂબ માં મુખ્ય હિરોઈન સાધના હતી. અને અમિતા સાઈડ હિરોઈન એટલે ફિલ્મ સફળ ગઈ તો પણ અમે તાનો ભાગ્ય તો ન જ બદલાયું.

અમિતાની કારકિર્દી જુદા મોડ પર આવી ગઈ અને ‘સેમસન’​, ‘નમસ્તેજી’ વગેરે બી ગ્રેડ ને ફિલ્મોમાં સ્થાન મળવા માંડ્યું. તેને બિગ બજેટ ફિલ્મ મળે પણ મુખ્ય ભૂમિકા ન મળે દેવ આનંદ સાથે ‘મુનિમજી’, ભરતભૂષણ સાથે સાવન મનોજકુમાર સાથે પ્રિયા મિલન કી આજ અને મા બેટા વાત તો એટલી બદલાઈ ગઈ દારાસિંઘ અને જુહોની વોકર સાથે તેને ભૂમિકા મળવા માંડી.

મહેબૂબ ની નજર હંમેશા ટેલેન્ટ પર રહેતી તેને નિષ્ફળ થતી જોઈ એટલે પોતના પડખે લીધી અને પોતાની ફિલ્મ ‘છોટે નવાબ’ માં તક આપી અમિતા જો ધારે તો સાઈડ હિરોઈન ની ભૂમિકાને નકારી શકી હોત શમ્મી કપૂર સાથેની પહેલી જ ફિલ્મ સુપરહિટ હતી. પણ સમી એ તેને ફરી હિરોઈન તરીકે લીધી જ નહીં મહે જેમ મુમતાજ ને પોતાની સાથે તક આપેલી તેમ અમિતાને આપી. અને એ સંબંધ એટલા વધ્યા કે એક દિવસ મહેબુબે કહી દીધું કે હું અમિતાને પરણી ગયો છું. મહેબુબ તેની હિરોઈનને પોતાની કરી લેવા માનતા હતા. અરુણા ઈરાની સાથે પણ તેમની શાદી થવાની હતી.  ‘છોટે નવાબ’ પછી ‘મેં ઓર મેરા ભાઈ’ અને ‘પ્યાસે પછી’ માં તેઓ સાથે આવી ચૂક્યા હતા. અમિતા એવી પહેલી અભિનેત્રી છે .

જે વગર લગ્નને માં બની હતી. પણ અમિતાએ આ વાતનો સ્વીકાર નથી કર્યો. તેણે મહેમુદ સાથે પલળવું હતું પણ લગ્ન વિના શરીર સંબંધ બાંધવા માટે મહેમુદ જાણીતા હતા જોકે અમિતા કામરાન નામના અભિનેતા ને પરણી અને પછી ‘સુહાની રાત ઢલ ચૂકી’ ગીતમાં જે હીરો દેખાય છે. તે સુરેશ સાથે બીજા લગ્ન કરેલા શમ્મી કપૂર રાજેન્દ્ર કુમારની હિરોઈન પછીના વર્ષોમાં પોતાની પ્રતિષ્ઠતા જાળવી ન શકી અમિતા પર ફિલ્મ માં આવેલા ગીતો યાદ કરો તો ‘યુ તો અમને લાખ સહી હે’, ‘તુમસા નહિ દેખા’, ‘સર પર ટોપી લાલ હાથ મેં રેશમ કા રૂમાલ’, ‘દિલકા ખીલોના હાય ટુટ ગયા’, ‘આયે હે દૂર સે મિલને હુજુર કો’, ‘દેખો કસમ સે દેખો કસમ સે તેરી’, ‘બોલે સુન કે જીયા મોરા ડોલે’ જેવા અનેક છે સુમિતા તેનું હિરોઈન તરીકેનું સ્ટેટસ ન જાળવી શકે બાકી તે તેને લાયક હતી, ફિલ્મોમાં કોણ ટોપ રહે કોણ ડાઉન જાય તે વિશે કહી ન શકાય, બાકી અમિતા ભોળા પણ પડ્યું સૌંદર્ય ધરાવતી હતી. પાછલા વર્ષોમાં તેણે દીકરી સભીહાને હિરોઈન તરીકે સ્થાન અપાવવા મહેનત કરી પણ થોડી ફિલ્મ પછી તેની કારકિર્દી અટકી ગઈ અમિતા આજે છે પણ તે જાહેર જીવનથી દૂર રહે છે.