અમેરિકામાં સવા કરોડની નોકરી છોડીને આ યુવક જૈન સંત બનશે અને દીક્ષા લેશે, આવું કરવા પાછળનું કારણ જાણીને તમે પણ અચંભિત થાય જશો…

Spread the love

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા જુદા -જુદા કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે આજે આપણે ખૂબ જ સારા કિસ્સા વિશે વાત કરવાના છીએ. મોટેભાગના લોકોને ઈચ્છા હોય છે કે, તેઓ ભણી-ઘણીને સારી નોકરી મેળવે અને સારી જિંદગી જીવે. ત્યારે આજે આપણે એવા યુવકની વાત કરવાના છીએ.તે વ્યક્તિએ પોતાની સવા કરોડની નોકરી છોડીને જૈન સંત બનવાનું નક્કી કર્યું છે.

આ યુવકનું નામ પ્રાંશુક કાંઠેડ છે. અને આ યુવકની ઉંમર 28 વર્ષની છે. તે અમેરિકાની કંપનીમાં સવા કરોડના પેકેજ પર ડેટા સાયન્ટિસ્ટ તરીકે નોકરી કરતો. અચાનક જ તેને સંસારિક જીવનમાંથી મહો ભાંગી ગયો. ત્યારબાદ તેને આ બધી સંસારની મોહમાયા છોડીને સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું.

આજરોજ પ્રાંશુક કાંઠેડ દીક્ષા લાયને જૈન સાધુ બનશે.અને તેને પ્રવર્તક જિનેન્દ્ર મુનિજી દીક્ષા આપશે. આ યુગમાં પણ યુવાનોમાં ધર્મ પ્રત્યેની આસ્થા અને દ્રઢતા દેખાઈ છે. વિસ્તૃત વાત કરીએ તો મધ્યપ્રદેશના દેવાસના હાટપિપલ્યાના રહેવાસી છે. કાંઠેડના પિતા રાકેશ કાંઠેડ એક બિઝનેસમેન છે.

હાલમાં તેમનો આખો પરિવાર ઈન્દોરમાં રહે છે. રાકેશભાઈ એ જણાવ્યું કે, તેમના દીકરાએ ઇન્દોરમાંથી GSITS કોલેજથી BE કર્યો છે. ત્યાર પછી વધુ સારો અભ્યાસ કરવા માટે તે અમેરિકા ગયો હતો. MS કર્યા પછી તેને અમેરિકામાં 2017માં ડેટા સાયન્ટિસ્ટ તરીકે નોકરી મળી હતી.

તેની નોકરીનું વાર્ષિક પેકેજ 1.25 કરોડ રૂપિયાનું છે. રાકેશભાઈ વધુમાં જણાવ્યું કે, મારો દીકરો વિદેશમાં રહીને ગુરુ ભગવંતોના પુસ્તકો પણ વાંચતો હતો. આ ઉપરાંત ઇન્ટરનેટ દ્વારા તે પ્રવચન સાંભળતો.અને તેણે નોકરીથી નારાજ થઈને જાન્યુઆરી 2021 માં તેને નોકરી છોડી દીધી હતી અને પોતાના ઘરે પરત આવ્યો હતો.

અહીંયા, આવીને પછી તે ભગવંતોના સાંનિધ્યમાં રહેતો હતો. ગુરુદેવ દ્વારા આ માર્ગ માટે યોગ્ય માનવામાં આવતા પ્રાંશુક તેના માતા પિતાને વૈરાગ્ય ધારણ કરવાની વાત કરી. ત્યાર પછી માતા-પિતાએ લેખિતમાં મંજૂરી આપીને ગુરુદેવ જિનેન્દ્ર મુનિજીને આપી. હાલમાં સોશિયલ મીડિયામાં આ વાતની ચર્ચાઓ બધી બાજુ ચાલી રહી છે.

નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક 24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.