‘અવિલોપ્ય શાહી’ ચૂંટણીમાં કરવામાં આવતા નિશાન નો જાણો રસપ્રદ ઇતિહાસ

Spread the love

લોકશાહી શાસન વ્યવસ્થામાં યોજાતી દરેક ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતી અવિલોપ્ય શાહી એક અભિન્ન અંગ સમાન છે. પ્રત્યેક ચૂંટણીમાં બોગસ મતદાન થતા અટકાવવા માટે મતદારોના ડાબા હાથની પ્રથમ આંગળી ઉપર આ શાહીનો નિશાન કરવામાં આવે છે.

દરેક મતદારે એક જ વોટ આપ્યો હોવાની ચકાસણી કરવા માટે અવિલોપ્ય શાહી નું નિશાન કરવામાં આવે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં બે તબક્કાની ચૂંટણી માટે લગભગ 444 લીટર અવિલોપ્ય શાહી વપરાશે એવું અનુમાન છે.

આ અવિલોપ્ય શાહી ઓર્ડર પ્રમાણે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા દ્વારા સીધે સીધી ફાળવવામાં આવે છે.

દેશની કોઈપણ ચૂંટણી માટે કર્ણાટક સરકારના હસ્તકની ‘મૈસુર પેટન્ટ એન્ડ વારનીસ લિમિટેડ’ કંપનીને આ અવિલોપ્ય શાહી બનાવવા માટે ઇલેક્શન કમિશનર ઓર્ડર આપે છે.

આ કંપની ઇલેક્શન કમિશનરના ઓર્ડર પ્રમાણે શાહી તૈયાર કરે છે. આ અવિલોપ્ય શાહી એક જ કંપનીને બનાવવાની સત્તા આપવામાં આવી છે.

1962 પછી ભારતમાં ચૂંટણી ગમે ત્યાં હોય શાહી તો આ અવિલોપ્ય શાહી એક જ પ્રકારની વાપરવામાં આવી છે.

દિવસો સુધી અવિલોપ્ય શાહી આંગળી પર રહે છે.

કોઈપણ મતદાર વોટ આપે તે પછી મતદાર કેન્દ્રમાં મતદારના દાવા હાથની પ્રથમ આંગળી ઉપર આ શાહીનું નિશાન કરવામાં આવે છે. કર્ણાટકમાં તૈયાર​ થતી આ શાહીની ખાસિયત એ છે, કે એકવાર આંગળી પર શાહીનો નિશાન કર્યા પછી 15-20 દિવસ કે ક્યારેક તો 1 મહિના સુધી રહે છે.

કોઈપણ પ્રકારના કેમિકલ, ડિટરજન્ટ, ઓઇલ લગાડી કાઢવાની કોશિશ કરવામાં આવે તો પણ સફળતા મળતી નથી.

આ શાહીને બ્લેક ઇન્ક અને સિલ્વર નાઇટ્રેટના મિશનથી ખાસ બનાવવામાં આવે છે. જે મતદારે મતદાન કર્યું છે તેની ઓળખ આ અવિલોપ્ય સાહીથી થાય છે.

કર્ણાટક ની આ કંપની દ્વારા અવિલોપ્ય સાહી તૈયાર કરવામાં આવે છે. તે 5, 7.5, 20, 50, અને 80 મીલી ગ્રામના પેકમાં તૈયાર કરવામાં આવે છે.

શાહી બનાવવાની ફોર્મ્યુલા ભારતની ‘નેશનલ ફિઝિકલ લેબોરેટરી’ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તે ગુપ્ત રાખવામાં આવે છે.

2006 પછી મૂકવા આવતી શાહીની નિશાની

2006 સુધી મતદારોના નખ અને ચામડી બંને પણ નિશાન પડે તે રીતે શાહી મૂકવામાં આવતી હતી. પરંતુ 2006 થી ચૂંટણી પંચે ઉપરોક્ત પ્રમાણ મતદારોની આંગળીને મુકાવી સાહેબ માં ફેરફાર કર્યો હતો.

જે મુજબ ડાબા હાથની પ્રથમ આંગળીના નખ ઉપર કાળીશાહીની લીટી સ્વરૂપે નિશાન મૂકવામાં આવે છે.

શાહી નહી ભુસાવવાની કારણે મહારાષ્ટ્રમાં ચર્ચાસ્પદ ઘટના બની હતી.

2009માં મુંબઈમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી. આ ચૂંટણી પછી ટૂંક જ સમયમાં લોકસભાની ચૂંટણી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોને આંગળી પર કરાયેલા નિશાનો હતા. તેવામાં જ લોકસભાની ચૂંટણીનું મતદાન ની તારીખ આવી ગઈ હતી. આ હકીકત ઇલેક્શન કમિશનના ધ્યાને આવી હતી. ત્યારબાદ મતદારોની વચ્ચેની આંગળી ઉપર નિશાન લીધો લેવાયો હતો. જો કે આ નિર્ણયની કોઈ સત્તાવાર જાહેરાત કરાય ન હતી. ત્યારબાદ મતદાર વખતે વચ્ચેની આંગળી પર શાહીને નિશાની કરતા મતદારો નવાઈ પામ્યા, અને ચૂંટણી પંચ થી ભૂલ થઈ એ ચર્ચા એ જોર પકડ્યો પછી થી ચૂંટણી પંચે આ બાબતે સ્પષ્ટતા કરી હતી તેવું જાણવા મળ્યું છે.

અવિલોપ્ય શાહીની માંગ

ભારતમાં કોઈપણ સ્થળે યોજાતી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભા એમ તમામ ચૂંટણીઓમાં મતદાન કરતા મતદાન અને ખાતરી કરવા આ અવિલોપ્ય શાહી નો ઉપયોગ કરવામાં આવે છે કહેવાય છે, કે 1992 થી આસાહીનો ઉપયોગ ચૂંટણી પ્રક્રિયામાં કરવામાં આવી રહ્યો છે. કર્ણાટક સરકાર હસ્તકની આ કંપનીમાં આ શાહી તૈયાર કરે છે. અવિલોપ્ય શાહી વિદેશોમાં પણ એક્સપર્ટ કરવામાં આવે છે. ખાસ કરીને થાઈલેન્ડ સિંગાપુર, નાઈઝેરીયા, મલેશિયા, અને સાઉથ આફ્રિકામાં અવિલોપ્ય શાહી ની ડિમાન્ડ છે, અને તે ભારતમાંથી નિકાસ કરવામાં આવે છે.