ઈંગ્લેન્ડ નો ઓલરાઉન્ડર સેમ કુરન (Sam Curran) ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) IPL ની હરાજીના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. 24 વર્ષીય કરણને કોચીમાં ચાલી રહેલી IPL મીની-ઓક્શનમાં Punjab Kings 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઈસ 2 કરોડ હતી એટલે કે તેને તેની કિંમત કરતા 9 ગણી વધારે કિંમત મળી હતી. અગાઉ તે ચેન્નાઈની ટીમમાં હતો.
IPL ઓક્શન ઈતિહાસમાં વધુ એક રેકોર્ડ સર્જાયો છે. વેસ્ટ ઈન્ડિઝનો નિકોલસ પૂરન અત્યાર સુધીનો સૌથી મોંઘો વિકેટ કીપર છે. તેને હૈદરાબાદે 16 કરોડમાં ખરીદ્યો હતો.
આ પહેલા સૌથી વધુ કમાણી કરનાર વિકેટકીપર મુંબઈનો ઈશાન કિશન 15.25 કરોડ હતો.
આ સાથે જ ઓસ્ટ્રેલિયાના કેમરન ગ્રીન(camran grin)ને મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તે જ સમયે, ચેન્નાઈ સુપર કિંગ્સે(CSK) બેન સ્ટોક્સ માટે 16.25 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. ઇંગ્લિશ બેટ્સમેન હેરી બ્રુક પણ હરાજીના પ્રારંભિક સેટમાં જોવા મળ્યો હતો. બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે(SRH) 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે મયંક અગ્રવાલે પણ લોટરી જીતી છે. સનરાઇઝર્સે 8.25 કરોડની કિંમતમાં મયંકને પોતાની સાથે જોડ્યો છે.
બોલિંગ ઓલરાઉન્ડરોને સૌથી વધુ બોલી લાગી. આ ઓલરાઉન્ડરોએ 30 મિનિટમાં 59 કરોડ કલેક્શન કર્યા. IPLની 10 ટીમો પાસે 206.5 કરોડ છે. તેમાંથી અત્યાર સુધીમાં 10 ખેલાડીઓ પર 83 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. 87 ખેલાડીઓ ખરીદવાના છે અને 405 ખેલાડીઓની હરાજી થશે.
નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક 24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.