એક સામાન્ય ખેડૂત પરિવારની દીકરી બની પોલીસ ઇન્સ્પેક્ટર અને માતા-પિતાનો નામ રોશન કર્યું.

Spread the love

જે લોકોને પોતાના જીવનમાં કંઈક હાંસલ કરવું જ હોય છે. તેઓને તેમના જીવનમાં ગમે તેટલી અડચણો આવે તેમ છતાં પોતે પોતાના લક્ષ્ય સુધી પહોંચતા હોય છે. ત્યારે જ હાલ આપણે આવી જ એક દીકરી વિશે વાત કરીશું મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકની અને છેલ્લા થોડા વર્ષોથી કચ્છમાં નોકરી કરતી ખેડૂત પુત્રી પોલીસ ઇન્સ્પેક્ટર બની છે.

ખેતી સાથે જોડાયેલા આ પરિવારની પુત્રી પોલીસ ઇન્સ્પેક્ટર બની મહિલા અને બાળકો વિરુદ્ધ થતા ગુનાઓને અટકાવવાની ઈચ્છા આવે છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગઢવી કુંદનબેન મૂળ સૌરાષ્ટ્ર ના સુરેન્દ્રનગર ના ધાંગધ્રા ના વતની છે. તેવું છેલ્લા બે વર્ષથી કચ્છમાં આઇ.સી.ડી.એસ. શાખામાં ફરજ બજાવતા હતા. તેમને બાળપણથી જ પોલીસમાં જવાનો શોખ હતો તેથી આ સ્વપ્નને સાકાર કરવા માટે તેમને તનતોડ મહેનત કરી અને ગુજરાત જાહેર સેવા આયોગ-૨ ની પરીક્ષા પાસ કરી પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા.

કુંદનબેનના જણાવ્યા અનુસાર તેઓએ બાળપણથી જ પોલીસ વિભાગમાં જોડાઈ દેશની સેવા કરવાનો સ્વપ્ન હતું. નાનપણમાં જ્યારે પોલીસની પરેડ થતી જોતા હતા ત્યારે તેમને પણ ઈચ્છા થતી કે હું પણ એક પોલીસ પરેડમાં હોવ તો એક સારી લીડર બને વિભાગને માર્ગદર્શન આપી શકું.

કુંદન બેને જણાવ્યું હતું કે ગાંધીધામમાં બે વર્ષ આઈ.સી.ડી.એસ. આંખમાં ફરજ બજાવતા ત્યારે બાજુમાં જ પોલીસ કચેરીમાં પોલીસ કર્મીઓને પોતાનું કામ કરતા જ હોય નોકરી પ્રત્યે આકર્ષાયા હતા. ICDS શાખામાં ફરજ બજાવ્યા બાદ હવે પોલીસ શાખામાં મહિલા અને બાળકો માટે ખૂબ કામગીરી કરી શકશે. અને દેશમાં થતા જુવેનાઇલ ક્રાઈમ અને બાળક તેઓ પ્રત્યે થતા ક્રાઈમને અટકાવી શકે તે તરફના પ્રયાસો કરીશ.

કુંદનબેન ગઢવી ના પરિવાર વિશે જાણવા મળ્યું કે કુંદનબેન ગઢવી નો પરિવાર અનેક વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો છે તેમનો પરિવાર પોતાના વતન ધાંગધ્રા ના પીપળી ગામે ખેતીવાડી કરે છે.

પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ કુંદનબેન ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર ની પરીક્ષા માટે તૈયારીઓ શરૂ કરી હતી. ત્યારબાદ 2018 માં પરીક્ષા આપ્યા બાદ ઇન્ટરવ્યૂ રાઉન્ડ સુધી પહોંચ્યા હતા. અને બીજી વખત ભરતી આવતા ફરી અર્થાત મહેનતથી પરીક્ષા પાસ કરી ઇન્ટરવ્યૂ પણ પાસ હતું હતું.