ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 ની જાહેરાત કરી દેવામાં આવી છે એવા સમયમાં ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પૂર જોશથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે ચૂંટણીમાં જંગ પણ જોવા મળી રહ્યો છે.
ચૂંટણીને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ ગુજરાતમાં આવેલા છે. જ્યારે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ પોતાના પક્ષને જીતાડવા માટે સતત ને સતત સભાઓ કરી રહ્યા છે. એવામાં ચૂંટણી પ્રચારની વચ્ચે એક વ્યક્તિ ચર્ચાનો વિષય બન્યો છે. તે કોઈ બીજું નહીં પરંતુ આપણા કોઠારીયા ના કમાભાઈ છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 નો બરાબરનો રંગ જામ્યો છે. અને ચૂંટણી પ્રચારના મેદાનમાં પણ કમાભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે. ભાજપ દ્વારા ભાવનગર શહેરમાં પ્રચાર માટે કમા અને મેદાનમાં ઉતારવામાં આવ્યો છે.
ભાજપનો ખેસ પહેરી કમાયા ભાજપનો પ્રચાર શરૂ કર્યો હતો. કારમાં બેસી ડીજેના તાલે કમાભાઈ દ્વારા ભાજપનો પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં લોકો દ્વારા કમા સાથે ઉભા રહીને સેલ્ફી પણ પાડવામાં આવી હતી.
કિર્તીદાન ગઢવી ના ડાયરા માંથી ફેમસ થઈ ગયેલા કમાભાઇ દ્વારા ભાવનગરમાં ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી સાથે ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો ડાયરામાં જે રીતે કમા ને કારમાં એન્ટ્રી થાય તે જ રીતે ભાવનગરની શેરીઓમાં કમાભાઈ ની એન્ટ્રી થઈ હતી. કારમાં બેસીને કમાભાઈ ભાજપના ફ્લેગ સાથે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો.
કોઠારીયા ના વતની કમાભાઈ ને લોકગાયક કિર્તીદાન ગઢવી દ્વારા ઓળખ મળી હતી. જ્યારે હવે ચૂંટણી પ્રચારના મેદાનમાં પણ કમાભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે.