ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર રાજકોટમાં એક સાથે 75 હજારથી વધુ લોકોએ હનુમંત જન્મોત્સવની ઉજવણી કરી નવા વર્ષનું સ્વાગત કર્યું.

Spread the love

રાજકોટ: 
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહેલી હનુમાન ચાલીસા યુવા કથાના પાંચમા દિવસે હનુમંત જન્મ મહોત્સવની જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. હનુામન ચાલીસા યુવા કથાના પાંચમા દિવસે 75 હજારથી પણ વધુ લોકોએ હાજરી આપી હનુમાનજી મહારાજનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

એક તરફ પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરી ઠેર-ઠેર 31મી ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે બીજી તરફ હજારો લોકોએ એકઠા થઈ 31મી ડિસેમ્બરની ઉજવણી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહેલાં હનુમંત જન્મ મહોત્સવમાં ભાગ લઇને કરી હતી. અનેક લોકો પોતાના બાળકોમાં વીર હનુમાન જેવા ગુણો વિદ્યમાન થાય તે માટે બાળકોને હનુમાનજી મહારાજનો પોશાક પહેરાવી કથા સ્થળે લાવ્યા હતા.

આ હનુમાન ચાલીસા યુવા કથામાં અનેક સંપ્રદાયના સંતો મહંતોએ હાજરી આપી હતી. તો સાથોસાથ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, રામકૃષ્ણ આશ્રમ ના સંતો તેમજ રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવ તથા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા સહિતનાઓ હાજર રહ્યા હતા. 

હનુમંત જન્મ મહોત્સવ અંતર્ગત 51 કિલોની કેક દાદાને ધરાવવામાં આવી હતી. સાથો સાથ 108 કિલો પુષ્પની વર્ષા હનુમંત દાદા, તેમજ સંતો અને ભક્તો પર કરવામાં આવી હતી. તો દાદાને ભવ્યાતી ભવ્ય અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો. તેમજ 51 કિલો ચોકલેટ પણ દાદાને ધરાવવામાં આવી હતી. દાદાનો જન્મોત્સવ પ્રસંગે સભા મંડપને ફૂલો તેમજ રંગબેરંગી ફુગ્ગાથી પણ શણગારવામાં આવ્યો હતો.

ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટના યુવાનો દ્વારા 31મી ડિસેમ્બરની ઉજવણી પશ્ચિમ સંસ્કૃતિ તરફ વળી રહેલા લોકોને એક સારો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિને વળગી રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. હનુમાનજીના જન્મોત્સવમાં એક સાથે 75 હજારથી પણ વધુ લોકો જોડાયા હતા. રેસકોસ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં આજે લોકો ઉમટી પડ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અભીતક24 ન્યૂઝ સાથે.

અમારું Facebook Page લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Whatsapp પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.