કોઈપણ મકાન, શોરૂમ, કાર્યાલય, ફેક્ટરી વગેરેની ડિઝાઈન બાંધકામ તથા સહિતની આંતરિક સજાવટ આજના જમાના ની મહત્વપૂર્ણ જરૂરિયાત બની ગઈ છે. સારી રીતે સજાવેલું કોઈ પણ ભવન તેમાં રહેનારાઓને જ નહીં પરંતુ ત્યાં આવનારા મહેમાનો કે ગ્રાહકોને પણ પ્રભાવિત કરે છે.
તેમની પ્રશંસાથી માલિકને આત્મ સંતોષ થાય છે. કોઈપણ ભવનના નિર્માણથી લઈને તેની સજાવટમાં વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો તેમાં રહેનાર સુખ શાંતિ સમૃદ્ધિ મેળવે છે. ભવનમાં વાસ્તુદોષ ન રહે તે માટે વાસ્તુના કેટલીક સોનેરી સૂત્રને જાણીએ.
- ઘરમાં પાણીની પાઇપ સિવાય વપરાયેલી કોઈપણ ધાતુ ધરતીના સંપર્કમાં ન આવવી જોઈએ. બાકીની ધાતુઓમાં સિમેન્ટ અથવા ઈટ થી કવર થનારા લોખંડના સળિયા પણ હોય છે. પરંતુ તેનાથી બચી શકાતું નથી, એટલે જ્યારે મકાન બનાવવાનો શરૂ કરો ત્યારે નીચે સળિયામાં જ્યાં સળિયા નો સંપર્ક ધરતી સાથે થતો હોય ત્યાં વાસ્તુ એનર્જી ચક્રને જમીનમાં મૂકવું જોઈએ.
- દિવાલો સમતલ સીધી અને સંપૂર્ણ હોવી જોઈએ. છતને પણ સમતલ રાખવી પરંતુ પાણીના પ્રવાહનો ઢાળ સહેજ ઇશારા તરફ હોવો જોઈએ.
- જો ઘરના પ્રવેશદ્વાર ની સામેથી ગટર પસાર થતી હોય તો આ એક વાસ્તુદોષ છે. જેથી શક્ય હોય તો ગટરને ત્યાંથી દૂર કરવી જોઈએ. આમ કરવું શક્ય ન હોય તો ગટર કે તેના ઢાંકણા ને યોગ્ય રીતે ઢાંકી દેવા જોઈએ.
- અન્દરગ્રાઉન્ડ ગટર ઘરની વચ્ચેથી પસાર થવી જોઈએ નહીં. તે દીવાલના કિનારેથી પસાર થતી હોય તો ચાલે પરંતુ તેનું વહન ઈશારા ઉત્તર કે પૂર્વ તરફ હોવું જોઈએ.
- ગટર ગંદા પાણીના ખાડા વગેરે ઈશાનમાં કે પૂર્વ તરફ ન રાખવા ગટર દક્ષિણમાં તથા તેના ગંદા પાણીનો નિકાલ ઉત્તરમાં હોવો જોઈએ.
- વાયવ્ય ખૂણામાં જલનશીલ નેઋત્યમાં અગ્નિ સાથે સંબંધિત પદાર્થો અગ્નિ ખૂણામાં ભેજવાળા પદાર્થો અને ઈશાનમાં શુષ્ક પ્રવૃત્તિ દ્વારા પદાર્થો રાખવાની મનાઈ છે. કોઈપણ ભવન ભૂખંડ કક્ષ અથવા કેબિનમાં પ્રવેશદ્વાર પૂર્વમાં આપેલા વાસ્તુ ચક્ર ના 3, 4, 5, 14, 21, 27, 28, 29 સ્થાન અનુસાર જ બનાવવું.
- કોઈપણ દરવાજો નેઋત્ય વાયવ્ય કે અગ્નિ ખૂણામાં ન બનાવો.
- ભોંય તળિયું સમતલ રાખો અને પાંચ કોણ કે વિકૃત કોણોથી યુક્ત કક્ષ ભવન કે કોઈ પણ એકમ ન બનાવો.
- તમે જે દુકાનમાં ધંધો કરો છો ત્યાં કેસ બોક્સ એટલે કે ગલ્લાને વાયવ્યમાં રાખશો તો ખર્ચ વધારે થશે અને ગલો ક્યારેય ભરાયેલો રહેશે નહી.
- નેઋત્યમાં કાચા માલનો ગોડાઉન બનાવવું. વાયવ્યમાં તૈયાર માલનો ગોડાઉન બનાવવું જેનાથી વિપરીત સ્થિતિ યોગ્ય નથી ઈશાન અને અગ્નિ ખૂણામાં કોઈ પણ જાતનો સંગ્રહ કરવો નહીં કે ભંડારો રાખવો નહીં. જો ઘરમાં ડાઈનીંગ ટેબલ વાયવ્યમાં હશે તો વાયુ રોગ વધશે. ઈશાનમાં હશે તો અતિસાર થશે. નેઋત્વમાં હશે તો કબજિયાત થશે. તેથી ડાઇનિંગ ટેબલ અગ્નિ ખૂણા તરફ રસોઈ ઘર પાસે રાખવું આમ કરવું શક્ય ન હોય તો તેના ઘરના મધ્યમાં અગ્નિ ખૂણા તરફ રાખો.
- વાસ્તુશાસ્ત્રમાં અગ્નિ ખૂણામાં બેઠક કે પથારી રાખવાની સખત મનાઈ છે. પીવાનું પાણી પણ એ તરફ ન રાખવું અગ્નિ ખૂણામાં રાખેલા યંત્રોથી અગ્નિનો ભય રહે છે.
- નેઋત્યમાં ખાડો કરવો શૌચાલય બનાવવું. પરંતુ ત્યાં આગ સળગાવવી એ વાસ્તુના નિયમો વિરુદ્ધ છે તે વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે.
- વાયવ્ય કે અગ્નિ ખૂણામાં પૂજા ઘર ન બનાવું દેવીઓનું પૂજાઘર ઈશાનમાં અને શિવ બ્રહ્મા ગણેશ વગેરેનું પૂજાઘર પૂર્વમાં કે ઈશાનમાં રાખવું જોઈએ.
- મીટીંગ હોલ કોન્ફરન્સ હોલ વાંચવાનો રૂમ મનોરંજન પક્ષ વગેરે વાયવ્ય ખૂણામાં રાખવા. આ બધાને નૈઋત્ય માં હશે તો અભિવ્યક્તિની ક્ષમતા ઓછી થશે. ઈશાનમાં હશે તો વિચાર સમતા ઘટશે. અગ્નિ ખૂણામાં હશે તો કપટ ઉત્તેજના ક્રોધ વગેરે વ્યક્ત થશે. અને લખવા વાંચવામાં મન નહીં લાગે.
- બાળકોનો વાંચવાનો કે રમવાનો રૂમ વાયવ્ય કે પશ્ચિમમાં રાખવો તે નૈઋત્ય માં રાખવાથી બાળક અંતમુખી થઈ જાય છે. અને તેની અભિવ્યક્તિ ક્ષમતામાં ઘટાડો થાય છે. એ સાલમાં રાખવાથી તેના વિચારો ચંચળ બનશે. અને તેનું ભણવામાં મન નહીં લાગે અગ્નિ ખૂણામાં રાખવાથી ક્રોધ અને તળાવ વધતા વાંચવામાં તેનું ધ્યાન નહીં રહે.
- મકાનના મધ્યસ્થ સ્થાન માં કોઈપણ પ્રકારનું વજન ન રાખવું કે બાંધકામ ન કરવું બ્રહ્મસ્થાન હંમેશા ખાલી રાખો.
- એક જસ્ટ ફેન નૈઋત્ય વાયવ્ય ખૂણામાં ન લગાવો.
- ઓરડામાં પૂરતી બારીઓ રાખવી જોઈએ. જેથી પ્રકાશ આવી શકે.
- બહુમાળી મકાનોમાં પૂર્વ અને ઉત્તરમાં બાળકોની ન હોય તો બારીઓની વ્યવસ્થા રાખવી.
- બહુ મારી ઈમારતમાં પૂર્વ દિશામાંથી સૂર્યના કિરણો આવવાની વ્યવસ્થા ન હોય તો દર્પણ મદદથી દક્ષિણ તરફથી તડકો લાવવાની વ્યવસ્થા કરવી
- પક્ષી મને દક્ષિણ દિશાની દીવાલો મોટી રાખવી. જો શક્ય ન હોય તો તેની અંદરની તરફ લાકડું પ્લાયવુડ પ્લાયબોર્ડ વગેરે ની સીટ લગાવવી.
- ભીમની નીચે પથારી બેસવાની ખુરશી સોફા યંત્ર વગેરે કોઈપણ પ્રકારની વસ્તુ મૂકવી નહીં કારણ કે ત્યાં પથારીમાં સુવા જનાર કે બેસનારની માનસિક સ્થિતિ હંમેશા ખરાબ રહેશે. પરિણામે શારીરિક સ્થિતિ બગડશે અને બનતા કામો પણ બગડી જશે.
- પોતાની તરફ માથું રાખીને કે અગ્નિ ખૂણામાં માથું રાખીને સૂઈ જવાથી બિહામણા સપનો આવશે. ઊંઘ તે મળતી જોઈતી તાજગી નહીં મળે. અને તેની અસર સારી તથા માનસિક સ્થિતિ પર પડશે જેના પરિણામે તમામ કામ બગડશે.
- બેડરૂમમાં લાલ રંગનો બલ્કે ટ્યુબલાઈટ રાખી હશે તો તમારામાં ક્રોધ અહંકાર કામ તણાવ વગેરેનો વધારો થશે. લોહીનું દબાણ વધશે.