સુરતમાં રત્નકલાકારને મેસેજમાં આવેલી લિંક પર ક્લિક કરતા જ OTP આવ્યા વગર લાખ રૂપિયા ઉપડી ગયા, ઠગ સ્માર્ટ બન્યા….!

Spread the love

સુરતમાં રત્નકલાકારે ના તો કોઈને OTP  આપ્યો કે,  એપ્લિકેશનનો ઉપયોગ પણ કરીયો નથી.મેસેજમા આવેલી લિંક પર ક્લિક કરતા જ તેના બેન્ક ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપડી ગયા. આ સમગ્ર મામલે રત્નકલાકારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.મેસેજની લિંક પરથી 1લાખ ઉપડી ગયા.

અવનવી તરકીબ અજમાવી લોકો પાસે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ને અથવા ગમે તેમ કરી ઓટીપી મેળવી તથા બેન્ક ખાતાની માહિતી મેળવી રૂપિયા વિડ્રોલ કરી લેતા હોવાની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોધાઇ હતી. પરંતુ સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો. જેમાં યુવકે આવેલા મેસેજમાં આવેલી લીંક પર ક્લિક કરતા જ તેના બેન્ક ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. સુરતના સરથાણા સ્થિત સીમાડા ગામ પાસે રહેતા નિસર્ગભાઈ પ્રવીણભાઈ વાગડીયા

રત્નકલાકારો તરીકે કામ કરે છે.સવારના સમયે તેઓ પિતા સાથે ઘરેથી નીકળી ઓફિસે જતા સમયે એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો. તે મેસેજમાં એક લીંક આવેલી હતી અને તેના પર ક્લિક કર્યા બાદ થોડા સમયમાં તેઓના મોબાઈલ માં મેસેજ આવીયો કે, 95 હજાર તથા 5 હજાર રૂપિયા બેન્ક એકાઉન્ટમાંથી ઉપડી ગયા છે.કોઈ અજાણ્યા વ્યક્તિએ UPI થી રૂપિયા ઉપડી લીધા.

આ મેસેજ જોઈ તેઓ ચોકી ઉઠ્યા અને તાત્કાલિક બેંકમાં જઇ સ્ટેટમેન્ટ કાઢ્યું. જેમાં જાણવા મળ્યું હતું કે, કોઈ અજણાયા  તેઓની વ્યક્તિએ જાણ બહાર UPIથી કુલ 1 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.કોઈ OTP કે એપ્લિકેશન વગર રૂપિયા ઉપડી ગયા હતા. કોઈને ઓટીપી આપ્યા વિના કે, કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કર્યા વિના આ બનાવ બનિયો હતો. તેઓએ બેન્ક ખાતામાં રહેલી અન્ય રકમ બીજા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી દીધી. અને આ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. જેમાં, પોલીસે રત્નકલાકારની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અભીતક24 ન્યૂઝ સાથે.

અમારું Facebook Page લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Whatsapp પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.