ભારતીય બજારમાં સૌથી પસંદગીની ફૂડ નેસ્લે મેગી ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે. હાલમાં જ મળેલી માહિતી મુજબ રિપોર્ટમાં જણાવાયું છે કે, મેગી સહિત નેસ્લેની 50% ફૂડ પ્રોડક્ટ્સ અને ડ્રિક્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક અને જોખમી છે. હવે, નેસ્લે પોતે પણ એવું માને છે કે, તેમની વૈશ્વિક પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સામેલ 30% પ્રોડક્ટ બિનઆરોગ્યપ્રદ (Unhealthy) શ્રેણીમાં આવેલ છે.
નેસ્લે ની પ્રોડક્ટ્સ વિવિધ દેશના કડક આરોગ્ય માપદંડોમાંથી પાર પડી શકી નહિ. મળતી માહિતી પ્રમાણે, કંપનીનાં કેટલાંક ઉત્પાદનો એવુ પણ કહેવું છે કે, તે પહેલેથી જ આરોગ્યપ્રદ નથી અને એમાં સુધારા પછી પણ એ બિનઆરોગ્યપ્રદ શ્રેણીમાં જ રહે. કિટ-કેટ અને મેગીનું ઉત્પાદન કરતી નેસ્લે ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે, કંપની ગ્રાહકોના આરોગ્યનું ધ્યાન રાખે. આગામી દિવસોમાં કંપની ગ્રાહકો સાથે પોતાનું જોડાણ વધારશે. હાલમાં જ એક ઇન્ટર્નલ રિપોર્ટમાં નેસ્લેનાં ઉત્પાદનો પર સવાલ ઉઠાવાયો હતો. આ પોર્ટફોલિયો એનાલિસિસમાં કંપનીના માત્ર અડધા વૈશ્વિક વિચારને સામેલ કરાયું હતું.
જોકે પ્રવક્તાએ એ વાતનો ખુલાસો કર્યો નહોતો કે કંપનીના ભારતીય પોર્ટફોલિયોમાં કેટલા ટકા ઉત્પાદનો આરોગ્યપ્રદ અને બિન આરોગ્યપ્રદની શ્રેણીમાં આવે છે. તેમ છતાં પ્રવક્તાએ દાવો કર્યો હતો કે જવાબદાર કંપની તરીકે તેઓ પોતાના ગ્રાહકોને પારદર્શક રીતે વિવિધ માહિતીથી અવગત કરાવતા રહેશે.
ઇન્ટરનેશનલ બેબી ફૂડ એક્શન નેટવર્કના રીઝનલ કોઓર્ડિનેટર ડૉ. અરુણ ગુપ્તા કહે છે કે નેસ્લે તેનાં ઉત્પાદન પર એ વાતનો ઉલ્લેખ કેમ નથી કરતી કે એ આરોગ્યપ્રદ છે કે બિનઆરોગ્યપ્રદ.દૂધ સિવાય કોઈપણ બે ઉત્પાદનનું મિશ્રણ કરવાથી ખાદ્યપદાર્થ અલ્ટ્રા પ્રોસેસ થાય છે. વૈશ્વિક ગાઈડલાઈન્સ મુજબ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ આરોગ્ય માટે હાનિકારક હોય છે, પરંતુ ભારતમાં આ અંગે હજુ સુધી કોઈ નિયમ નથી, એટલે કંપનીઓ એનો ફાયદો લે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અભીતક24 ન્યૂઝ સાથે.
અમારું Facebook Page લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
Whatsapp પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.
નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.