હાલમાં તો સમગ્ર દેશભરમાં લગ્નની સિઝન ચાલે છે. અને તમે સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા અવારનવાર વીડિયો જોતા હશો.ધણી વખત લગ્નમાં વરરાજાના મિત્રો એવી હરકતો કરતા હોય છે.કે જે જોઈને ત્યાં હાજર તમામ મહેમાનો હસવા લાગે છે. પરંતુ આજે આપણે એક એવા લગ્નની વાત કરવાની છીએ
જેમાં વરરાજાના મિત્રોએ નહીં.પરંતુ વરરાજાએ એવું કર્યું કે, વિદાય વખતે રડવાની જગ્યાએ દુલ્હન પણ હસવા લાગી. જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. વીડિયો જોઈને તમને પણ હસવું આવી જશે. મિત્રો લગ્નમાં જ્યારે દુલ્હનને વિદાય કરવાનો સમય આવે છે.ત્યારે ત્યાં હાજર તમામ રડી પડતા હોય છે.
આ સમયે આખો માહોલ ખૂબ જ ભાવુક બની જાય છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં કંઈક જુદું જ થયું છે. જેમાં દુલ્હનની વિદાય વખતે વરરાજાએ પોતાના મિત્રો સાથે મળીને એવું કર્યું કે, જ્યાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા. અને દુલ્હન પણ પેટ પકડીને હસવા લાગી.
લગ્ન પૂર્ણ થઈ ગયા પછી કન્યા વરરાજાનો હાથ પકડીને મંડપની બહાર આવે છે. ત્યારે મંડપની બહાર વરરાજાના મિત્રો એક લાઈનમાં ઉભેલા જોવા મળે છે. આ વિડિઓમાં પોતાના મિત્રોને જોઈને વરરાજા તેમના ગળે વળગીને રડવાનું નાટક કરે છે. આ દ્રશ્યો જોઈને કન્યા ખડખડાટ હસી પડે છે. અને વરરાજાનો હાથ પકડીને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે.
પરંતુ, વરરાજા કન્યા સાથે જતો નથી. પરંતુ,પોતાના મિત્રોને વળગીને રડવાનું નાટક ચાલુ રાખે છે. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર લોકો પણ ખડખડાટ હસી પડ્યા. હાલમાં, આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થયો છે. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર arbazkhanak નામના એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે.મિત્રો આ વિડીયો લોકોને એટલો પસંદ કરવામાં આવ્યો છે કે, બે લાખથી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક પણ કરી છે. વાયરલ વીડિયો જોઈને ઘણા લોકો તો હસી હસીને ગોટો વળી ગયા. અને ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં જુદા-જુદા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક 24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.