નોટબંધી અંગે સમાચાર- કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમારો આ ફેંસલો…

Spread the love

2016માં કેન્દ્ર સરકારે કાળાં નાણાં અને ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા માટે અચાનક નોટબંધીની જાહેરાત કરી. આજે તેની સામે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં સુનાવણી. સુપ્રીમ કોર્ટમાં 58 અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી. જેને ફગાવીને સરકારે સરકારને ક્લીનચીટ આપી. ન્યાયાધીશે જણાવ્યુ કે, નોટબંધી પર કેન્દ્ર સરકારનો નિર્ણય સાચો છે. અને આર્થિક નિર્ણયને ઉલટાવી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટી રાહત આપતા તમામ અરજીઓ ફગાવી છે. કોર્ટે કહ્યું કે, નોટબંધીના નિર્ણયમાં કોઈ ભૂલ નથી.

2016માં પીએમ મોદીએ 8 નવેમ્બરે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે નોટબંધીની જાહેરાત કરી. જેમાં, 500 અને 1000ની નોટો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવામાં આવ્યો. આ મામલે આજે પણ વિપક્ષ સરકારને ઘેરી રહ્યો. એક દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ તેને સરકારની સૌથી મોટી નિષ્ફળતા ગણાવી. હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યુ છે કે, સરકારનો નિર્ણય સાચો છે. આ પ્રક્રિયામાં કંઈ ખોટું નથી.

કેન્દ્રએ અરજીઓના જવાબમાં સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, નકલી નોટો, બિનહિસાબી નાણાં અને આતંકવાદ જેવી પ્રવૃત્તિઓ સામે લડવા માટે નોટબંધીનું પગલું લેવું પડ્યું. ડિમોનેટાઇઝેશનને અન્ય તમામ સંબંધિત આર્થિક નીતિના પગલાંથી અલગ કરીને જોવું.આર્થિક પ્રણાલીમાં જે પ્રચંડ લાભો પ્રાપ્ત થયા છે. તેની તુલના લોકો દ્વારા એક વખતની મુશ્કેલીઓ સાથે કરી શકાતી નથી. નોટબંધીથી મોટાભાગે સિસ્ટમમાંથી નકલી ચલણ દૂર થઈ ગયું. ડિમોનેટાઈઝેશનથી ડિજિટલ ઈકોનોમીને ફાયદો થયો.

જસ્ટિસ એસ. એ. નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો. જસ્ટિસ નઝીર, જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ નાગરત્ન આ ઉપરાંત, પાંચ જજોની બેન્ચના અન્ય સભ્યોમાં જસ્ટિસ એ.કે. s બોપન્ના અને જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમ. આ નિર્ણયને 4 જજોની બહુમતી મળી. જ્યારે જસ્ટિસ નાગરત્ન નિર્ણયની વિરુદ્ધ હતા. તમને જણાવી દઈએ કે તેમણે નોટબંધી પર સરકારના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરે કેન્દ્ર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને 2016માં રૂ. 1,000 અને રૂ. 500ની નોટોને બંધ કરવાના સરકારના નિર્ણયને લગતા સંબંધિત રેકોર્ડ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અભીતક24 ન્યૂઝ સાથે.

અમારું Facebook Page લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Whatsapp પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.