કચ્છ : કોસ્ટ ગાર્ડ અને ATS દ્વારા ગુજરાતના દરિયામાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.આ ઘટના ફરી એક વાર બની. મળતી માહિતી મુજબ ગુજરાતના દરિયામાંથી કોસ્ટ ગાર્ડ અને ધેટ્સ ની ટીમ દ્વારા એ 300 કરોડની કિંમતનો અંદાજે 40 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે જ 10 પાકિસ્તાની નાગરિક માછીમારોની ધરપકડ પણ કરવામાં આવી છે.આ પાકિસ્તાની આરોપીઓ ગુજરાતના ઓખા બંદરથી ડ્રગ્સની ઘુસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ આરોપીયો પાકિસ્તાની હોવા નો ખુલાસો :-
આ મળતી માહિતી મુજબ આજરોજ ગુજરાતના દરિયામાં ઘુસણખોરી જેવી દેશ-વિરોધી પ્રવૃત્તિઓને અટકાવવા માટે ATS અને કોસ્ટ ગાર્ડે ની ટીમ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરી. જે દરમિયાન દરિયામાં એક અજાણી બોટ મળી હતી. આ બોટ ભારતીય ન હોવાનું જાણ થતા ATS અને કોસ્ટ ગાર્ડે દ્વારા સતર્કતા વાપરી બોટને ઝડપી પાડી. આ બોટ ઉપર તપાસ કરવામાં આવતા તપાસ કર્મીઓને 300 કરોડની કિંમતનો અંદાજે 40 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો. આ ઉપરાંત, બોટ પરના ખલાસીઓ અને ઇસમો પાકિસ્તાની નાગરિક હોવાનું સામે આવ્યું. આથી તપાસ કર્મીઓ દ્વારા 10 જેટલા પાકિસ્તાની માછીમારોની ધરપકડ પણ કરવામાં આવી.
25 અને 26 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન, ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર, ICG એ કાલ્પનિક ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇન (IMBL) ની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે વ્યૂહાત્મક રીતે તેના ICGS અરિંજય જહાજને પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યું. આ દરમિયાન 26 ડિસેમ્બરે વહેલી સવારે એક પાકિસ્તાની ફિશિંગ બોટ ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડ ની ટીમ દ્વારા આ બોટને ઝડપી લેવામાં આવી. આ બોટ માં 40 કિલો હેરાઈન ઝડપાયું
ભારતીય તટરક્ષક દળ(ICG) અને ATS ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના પ્રમાણે ભારતીય જળસીમામાં 10 પાકિસ્તાની નાગરિક સાથે એક પાકિસ્તાની બોટને ઝડપી પાડ્યાં છે, જેમાં દારૂગોળો,હથિયારો અને ડ્રગ્સ વહન કરવામાં આવી રહ્યું હતુ. 40 કિલો હેરાઈન આશરે રૂપિયા 300 કરોડ હોવાની માહિતી સામે આવી છે.પાકિસ્તાનીઓ પાસેથી બંદુક, જીવતા કારતુસો અને દારૂગોળો મળ્યા હતા.અત્રે એ પણ જાણવા માળિયું છે કે, બોટ પરથી ધરપકડ કરાયેલા પાકિસ્તાની માછીમારો પાસેથી તપાસ કર્મીઓને હથીયારો પણ મળી આવ્યા હતા.આ ઉપરાંત,બંદુક, જીવતા કારતુસો અને દારૂગોળો પણ મળી આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, ઉચ્ચ કક્ષાના અને સ્થાનિક અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. એ પણ જાણવા માળિયું હતું કે,કેટલા સમયથી ડ્ર્ગ્સનો વેપાર કરવામાં આવી રહ્યો હતો. આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો. સહિતની વિગતો એકઠી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવીરહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અભીતક24 ન્યૂઝ સાથે.
અમારું Facebook Page લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
Whatsapp પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.
નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.