મિત્રો હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલે છે.અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થાય છે. મિત્રો દુનિયામાં ઘણા એવા લોકો છે. જે પોતાના જીવનમાં આગળ વધી જાય છે. એટલે પોતાનું ભૂતકાળ સાવ ભૂલી જાય છે. પરંતુ, દુનિયામાં અમુક એવા લોકો પણ છે. જે ભલે લાખો રૂપિયા કમાતા હોય છે. પરંતુ પોતાનું સાદાઈ ભર્યું જીવન અને પોતાનું ભૂતકાળ ભૂલતા નથી.
આજે આપણે એક એવા કાકાના જીવન વિશે વાત કરવાની છે. જેની વિશે જાણીને તમે પણ તેમના વખાણ કરશો.આ કાકાનું નામ અમૃતભાઈ પટેલ છે. અને તેઓ અમદાવાદમાં રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે,દર મહિને પોણા બે લાખ રૂપિયા પગાર હોવા છતાં પણ આ કાકા હજુ સાયકલ લઈને ફરે છે. અને ખૂબ જ સાદું જીવન જીવે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે, અમૃતભાઈ પોતાના પગારનો મોટેભાગનો હિસ્સો વિદ્યાર્થીઓના મદદ માટે ખર્ચે છે. એટલું જ નહીં પરંતુ તેમના પત્ની પણ ઘરે સીવણ કામ કરીને પૈસા ભેગા કરે છે જેના કારણે તેઓ વધુમાં વધુ સેવાકીય કાર્ય કરી શકે. અમૃતભાઈ પટેલ માંડલ તાલુકાના નાના ઉભરા ગામના વતની છે અને તેઓ હાલમાં અમદાવાદના નિકોલમાં રહે છે.
અમૃતભાઈ પટેલની નોકરીની વાત કરીએ તો, અમૃતભાઈ પટેલ રેલવેમાં પાયલોટની નોકરી કરે છે. તેમનો મહિનાનો પગાર 175000 રૂપિયા છે. એટલો બધો પગાર હોવા છતાં પણ તેઓ આજે એકદમ સાદું જીવન જીવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે,
તેઓ 33 વર્ષની ઉંમરથી પોતાના પગારનો મોટેભાગનો હિસ્સો ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આપે છે.
વધુમાં વધુ વિદ્યાર્થીઓને મદદ કરી શકે તે માટે અમૃતભાઈ પોતાના અંગત ખર્ચાઓ માં ધટાડો કરે છે. અને એકદમ સાદું જીવન જીવે છે. તેમને પોણા બે લાખ રૂપિયા પગાર હોવા છતાં પણ અમૃતભાઈ પૈસા બચાવે છે.આ તેઓ દરરોજ ઘરેથી 8 કિલોમીટર દૂર સાયકલ લઈને ઓફિસે જાય છે. તેઓનો પગાર ૨ લાખ છે કે,તેઓ એક ફોરવીલ આરામથી ખરીદી શકે છે.
પરંતુ,ગરીબ વિદ્યાર્થીઓ ને મદદ મળે તે માટે,તેઓ ફોરવીલ નથી ખરીદતા.અને પૈસા બચાવે છે.મિત્રો તમને જણાવી દઈએ કે અમૃતભાઈએ અત્યાર સુધીમાં ગરીબ અને જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની મદદ કરે છે. અમૃતભાઈની મદદ થી ઘણા વિદ્યાર્થીઓ ડોક્ટર બન્યા છે.અને ઘણા લોકો એન્જિનિયર બન્યા છે અને અમૃતભાઈ ઘણા વિદ્યાર્થીઓને લેપટોપ પણ લઈ આપ્યા છે.
નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક 24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.