વડનગરમાં આજે નરેન્દ્ર મોદીના માતા હીરાબાની પ્રાર્થના સભા, જાણો કોણ રહેશે હાજર?

Spread the love

આજે વડનગર માં PM મોદીનાં માતા હીરાબાની પ્રાર્થના સભા યોજાઈ રહી છે. પિયર પક્ષનું બેસણું પણ વડનગરમાં હોવાથી તમામ લોકો વડનગરમાં હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે આવી રહ્યા છે અને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. આ પ્રાર્થના સભામાં મોદી પરિવારના સભ્યો, ભાજપના નેતાઓ, સ્થાનિક લોકો હાજર છે.

વડનગર ખાતે સ્વ.હીરાબાની શ્રદ્ધાંજલિ સભા હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. મહત્વનું છે કે, વડનગર જવાહર નવોદય વિદ્યાલયના હોલમાં સભા યોજાઈ છે. સવારે 9 થી 12 કલાક દરમિયાન પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મોટી સંખ્યામાં વડનગરના લોકો અને અન્ય અગ્રણીઓ શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વ. હીરાબાની તબિયત અચાનક બગડતાં 28 ડિસેમ્બરે અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શતાયું હીરાબેન મોદીનું 30 ડિસેમ્બરના રોજ સવારે 3:30 વાગ્યે નિધન થયું હતું. PM મોદીએ ગાંધીનગરમાં માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

PM મોદીએ માતાના નિધન પર ટ્વીટ કરીને લખ્યું હતું કે, શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં વિરામ…મા મે હંમેશા તે ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. હું જ્યારે તેમને 100માં જન્મદિવસ મળ્યો તો તેમણે એક વાત કરી હતી જે હંમેશા યાદ રહે છે કે, બુદ્ધિથી કામ લો, પવિત્રતાથી જીવો. એટલે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી. હીરાબાના નિધનથી શોકનો માહોલ છે.

વડનગરના વેપારીઓએ બંધ પાળીને આપી હતી શ્રદ્ધાજલી:

મહત્વનું છે કે, વડનગરના વેપારી એસોસિએશ દ્વારા સ્વયંભૂ જ બંધ પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. હીરાબાના અવસાન બાદ વડનગરના લોકોમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે. વેપારીઓ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી હતી કે, વડાપ્રધાનના માતાનું નિધન થવાથી શહેરના તમામ વેપારીઓ શુક્ર, શનિ અને રવિવારે બંધ પાળવામાં આવશે. નગરના સર્વે નાગરીકો આ દુઃખદ પ્રસંગે ઘેરા શોક અને દુઃખની લાગણી અનુભવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અભીતક24 ન્યૂઝ સાથે.

અમારું Facebook Page લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Whatsapp પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.