દારૂબંધી ગુજરાતમાં બસ કહેવા માટે જ હોઈ તેવું લાગી રહ્યું છે. દારૂબંધીના મોટા મોટા બણગા ફૂકતી સરકારના રાજમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ પર જ હોઈ તેવું લહી રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાય દારૂ પીવાય અને વેચાય રહ્યો છે. ત્યારે ગુજરાતનું તંત્ર દારૂની ડામવા નિષ્ફળ નીવડ્યું છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાય વારમ વાર દારૂની ભથીઓ અને દારૂનો મુદા માલ જડપાય રહ્યો છે. ગુજરાત રાજ્યમાં દારૂની હેરાફેરી, દારૂની ભઠ્ઠીઓ અને માફિયાઓ તદ્દન સક્રિય થઈ ગયા છે. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડી હતી. આ દરોડામાં લાખો રૂપિયાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો.
સવાલ એ છે કે આવી દેશી દારૂની ભઠ્ઠીઓ મુદ્દે પોલીસને કોઈ હિન્ટ કેમ નહોતી મળી. આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અગાઉ રાજ્યમાં આ દેશી દારૂરૂપી ઝેર સેંકડો લોકોના જીવ ભરખી ગયું હતું. ડીપલી ગામમાં ખાડીના કિનારે ગેરકાયદેસર રીતે દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી હતી.
આ પ્રકારની દેશી દારૂની ભઠ્ઠીઓ સામે હજુ તંત્ર દ્વારા સચોટ એક્શન ન લેવાઈ રહ્યા હોવાના સવાલો પણ ઉઠી રહ્યા છે. દરોડામાં 1 લાખ 57 હજાર રૂપિયાનો માલસામાન કબજે કરવામાં આવ્યો હતો. આ રેડમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે. દેશી દારૂની ભઠ્ઠીઓ અંગે સુરત પોલીસને કેમ હજુ સુધી કઈ જાણ નથી થઈ!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અભીતક24 ન્યૂઝ સાથે.
અમારું Facebook Page લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
Whatsapp પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.
નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.