દારૂના અડ્ડા પર રેડ પાડતા દારૂની સાથે એટલા રૂપિયા મળી આવ્યા કે ગણવા માટે મશીન મૂકવા પડ્યા

Spread the love

31 ડિસેમ્બરને હવે બસ થોડાક દિવસો બાકી રહ્યા છે. ત્યારે બુટલેગરો કોઈપણ પ્રકારે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ પોલીસ તેમના પર પાણી ફેરવી દે છે. બુટલેગર દ્વારા અવનવી રીતો અપનાવવામાં આવી રહી છે.

આ સંજોગોમાં સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ રેડ પાણી દારૂના જથ્થાને જપ્ત કરવામાં આવી રહ્યો છે.
સ્ટેટમેન્ટ દારૂના અડ્ડા પર રેડ પાડતાં દારૂની સાથે એટલા બધા રૂપિયા મળી આવ્યા કે તે રૂપિયા ગણવા માટે મશીન મુકવા પડ્યા હતા.

આ ઘટના મહીસાગરના લુણાવાડામાં દારૂની રેડ કરવા માટે પોલીસને દારૂનો જથ્થો તેમજ રૂપિયા મળી આવ્યા હતા.
પોલીસને દારૂની જેઠાણી સાથે તે પણ 53 લાખ 51 હજાર રોકડા રૂપિયા મળી આવ્યા હતા. એક સાથે દારૂના બાટલા અને આટલા બધા રૂપિયા મળી આવેલ હોવાથી પોલીસને મશીન મંગાવવું પડ્યું હતું. અને આ ઉપરાંત પોલીસે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.

બાતમી ને આધારે.

પોલીસ જ્યારે તપાસ કરી હતી તે દરમિયાન પોલીસને દારૂના વેચાણના રૂપિયા 53,51,410 મળી આવ્યા હતા છે. પૈસાની ગણતરી માટે પોલીસે ચલણી નોટ ગણવા માટેનું મશીન મંગાવ્યા હતા. આટલા મોટા પ્રમાણમાં રૂપિયા મળી આવતા પોલીસ દ્વારા ઇન્કમટેક્સ વિભાગ ને જાણ કરી દેવામાં આવી હતી. રેડ દરમિયાન ક્યાંથી મળી આવેલ મુખ્ય આરોપી ની ધરપકડ કરી છે.

જ્યારે તેની સાથે સંકળાયેલ અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં પોલીસે આ રૂપિયા અને દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક 24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.