સુરતના રાદડિયા પરિવાર એ પોતાના દીકરા દીકરીના લગ્નની કંકોત્રીમાં એવું તો શું લખ્યું કે ચારે બાજુ થવા લાગી ચર્ચા.

Spread the love

સુરત નાના પરિવાર એ પોતાના દીકરા દીકરીના લગ્નની કંકોત્રીમાં એવું તે શું લખ્યું કે જેની ચર્ચા ચારે બાજુ થવા લાગી છે. લગ્ન અને કંકોત્રી લખવાથી માંગીને દીકરીની વિદાય અને ગૃહ લક્ષ્મી નું ઘર માં આગમન થાય ત્યાં સુધી ના તમામ પરંપરાઓ ખૂબ જ ધાર્મિક અને નવયુગલ​ના જીવન સાથે સંકળાયેલી હોય છે.

ત્યારે આ પરંપરાઓની સાથે પોતાની સામાજિક જવાબદારીને સમજી આ નવું યુવાનો કંઈક અલગ કરે ત્યારે સમાજ આવા પ્રયત્ને બિરદાવે છે.

મૂળ ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગીર હાલ સુરતના વતની આગામી 1 ફેબ્રુઆરીના રોજ પ્રભુતા ના પગલા માંગનાર છે. કાર્તિક રાદડિયા એ વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપી પોતાની લગ્ન કંકોત્રી એક અનોખી રીતે તૈયાર કરી છે.

પોતાના લગ્ન કંકોત્રી વિશે વધુ વાત કરતા કાર્તિક રાદડિયાએ જણાવ્યું કે છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્ય સરકાર દ્રારા આરોગ્ય, મહિલા બાળ વિકાસ, વિધવા સહાય, વહાલી દીકરી, શિક્ષણ, કુંવરબાઈનુ મામેરુ જેવી અનેક યોજનાઓ અમલી છે. પરંતુ નાના ગામડાઓમાં અને અશિક્ષિત વર્ગ સુધી આવી યોજનાઓ પહોંચી શકતી નથી, અમારા માતા-પિતા સંપૂર્ણપણે અશિક્ષિત હોવાથી એમની તકલીફોથી અમે સંપૂર્ણ વાકેફ છીએ.

મારા માતા-પિતાને પડતી મુશ્કેલીઓએ મને શિક્ષણ અને સમાજમાં કંઈક યોગદાન આપવાની પ્રેરણા આપી છે.
મારી લગ્ન કંકોત્રી મારા મિત્ર એ facebook, whatsapp જેવા સોશિયલ મીડિયા ની માધ્યમથી શેર કરી હોવાથી આજે અસંખ્ય લોકો સુધી પહોંચી ચૂકી છે. આ કંકોત્રી બધા લોકોમાંથી માત્ર ૧૦ ટકા લોકોને કંઈક મદદરૂપ થશે તો પણ હું મારા પ્રયત્નોને સફળ ગણીશ.

કાર્તિક રાદડિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ મેળવી સુરત થી બીબીએ અને એલએલબી કર્યું છે. અત્યારે તેઓ સમાજ કાર્યમાં પણ જોડાયેલા છે. કાર્તિક રાદડિયા એ પોતાની લગ્ન કંકોત્રીમાં અમૃતમ યોજના માં વાત્સલ્ય યોજના શૈક્ષણિક અભ્યાસ યોજના વિદેશ લોન જવાની યોજના કુંવરબાઈનુ મામેરુ વહાલી દીકરી જેવી અનેક યોજનાઓ ની વિગતો આવરી લીધી છે.


હા લગ્ન કંકોત્રી ના બીજા પાનામાં ખૂબ જ ખાસ છે લગ્ન કંકોત્રીમાં સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ ના ફોટો છપાવી તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. આ સિવાય હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા હોય જેથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજળી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કાર્તિક રાદડિયાની કંકોત્રી ના બીજા પાના પર આઝાદીકા અમૃત મહોત્સવની ઝલક દેખાડવામાં આવી છે.