આમ તો તમે ક્યારેય પણ સૂપ પી શકો છો. પરંતુ સૂપ પીવાનો સૌથી બેસ્ટ ટાઈમ શિયાળો છે. આ દરમિયાન શરીરને ગરમીની વધારે જરૂર પડે છે અને જ્યારે ગરમાગરમ સૂપ શરીરની અંદર જાય છે તો ન માત્ર શરીરને ગરમી મળે છે પરંતુ તમારી ઈમ્યૂનિટી પણ સ્ટ્રોન્ગ બને છે, તમે હેલ્ધી રહો છો સાથે જ વજન ઉતારવામાં પણ મદદ મળે છે. આજે અમે તમને જણાવીશું એવા સૂપ વિશે…
શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમા ગરમ વસ્તુ યાદ આવે અને તેમાં પણ ચા અથવા તો સૂપ મળી જાય તો વાત જ કંઈ અલગ બની જાય છે. શિયાળામાં શરીરને સ્વસ્થ રાખે તેવી વસ્તુઓ બજારમાં મળતી હોય છે. તો તે વસ્તુઓનો ઉપયોગ કરી બનાવો મસ્ત મજાનો સૂપ, જે શરીરને નિયંત્રણમાં રાખશે સાથે એનર્જી ભરપૂર બનાવશે.
જરૂરી સામગ્રી:
૧ ગાજર, ૨ ટામેટાં, ૧ ડુંગળી, ૫૦ ગ્રામ કોબીજ, ૧ બટાકું, આદુનો ૧ નાનો ટુકડો, ૧ ચમચો મસૂરની દાળ, ૧/૨ ચમચી મીઠું, ૫૦ ગ્રામ પનીર, ૫૦ ગ્રામ વાટેલી પાલક ભાજી, થોડો ખાવાનો પીળો રંગ, ૨ ચમચી કોર્નફ્લોર, ૧/૨ કપ દૂધ, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરી, ૧ ચમચી માખણ
બનવાની રીત:
સૂપ બનાવવા માટે ગાજર, ટામેટાં, ડુંગળી, કોબીજ, બટાકાં, આદું અને મસૂરની દાળને છ કપ પાણીમાં કૂકરમાં બાફી નાખો. તેને મિક્સરમાં નાખીને એકદમ મિક્સ કરીને ગાળી નાખો. પછી તેને ફરીથી ઉકાળો અને તેમાં મીઠું નાખો.
માખણ ગરમ કરીને બે મિનિટ સુધી તેમાં કોર્નફ્લોર નાખીને સાંતળો. દૂધ, મીઠું અને મરી નાખીને ઘટ્ટ બને ત્યાં સુધી ગેસ પર રાખો. મિશ્રણ ઠંડુ પડે એટલે તેમાં પનીર ભૂકો કરીને ભભરાવો.
પનીર મિશ્રણના ત્રણ ભાગ પાડો. એક ભાગમાં વાટેલી પાલકની ભાજી મેળવીને તેના નાના નાના ગોળા બનાવો. બીજા ભાગમાં પીળો રંગ ઉમેરીને તેના ગોળા બનાવો અને ત્રીજા ભાગના સફેદ ગોળા બનાવો.
ઊકળતા પાણીમાં આ ગોળા પાંચ મિનિટ ઉકાળો. ગોળા તૂટે નહીં તેનું ધ્યાન રાખો. પ્લેટમાં સૂપ અને ત્રણે રંગના ગોળા નાંખીને પીરસો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અભીતક24 ન્યૂઝ સાથે.
અમારું Facebook Page લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
Whatsapp પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.
નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.