દુનિયામાં ભવિષ્યવાણીની વાત કરીએ તો ફ્રેંચ પયગંબર નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીઓ સાચી પડી છે. નોસ્ટ્રાડેમસે 1566 માં તેમના મૃત્યુ પહેલા 6338 ભવિષ્યવાણીઓ લખી, જેમાં આખું વિશ્વ ક્યારે અને કેવી રીતે સમાપ્ત થશે તે દર્શાવ્યું છે. ઘણા લોકો માને છે કે, નોસ્ટ્રાડેમસે ધણી ભવિષ્યવાણીઓ કરી હતી જેણે આપણા વિશ્વની ક્રાંતિથી યુદ્ધ સુધીની રૂપરેખા નક્કી કરી.
નોસ્ટ્રાડેમસને માનનારા લોકોનું માનવું છે કે તેણે હિટલરના ઉદય, બીજા વિશ્વયુદ્ધ અને અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને કોરોનાના આતંકવાદી હુમલાની ભવિષ્યવાણી પણ કરી હતી. નોસ્ટ્રાડેમસે વર્ષ 2023 માટે ઘણી ખતરનાક અને ગંભીર ભવિષ્યવાણી કરી છે. એવો તેના વિષે થોડીક માહિતી મેલાવિયે.
તેમણે ભવિષ્યવાણી આ રીતે લખી છે.. ‘સાત મહિનાના મહાન યુદ્ધ, દુષ્ટ કાર્યોથી મૃત્યુ પામેલા લોકો.’ લોકો માને છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ જશે. જો કે ઘણા લોકો તેને ચીન અને તાઈવાન વચ્ચેના સંઘર્ષ સાથે જોડીને જુએ છે. તેમનું માનવું છે કે તાઈવાનને બચાવવા અમેરિકા આવશે જે મોટા યુદ્ધનું રૂપ લેશે.
નોસ્ટ્રાડેમસે મંગળ વિશે ભવિષ્યવાણી કરી છે. નોસ્ટ્રાડેમસે લખ્યું છે કે મંગળ પર પ્રકાશ પડી રહ્યો છે. ઘણા લોકો માને છે કે નોસ્ટ્રાડેમસે લાલ ગ્રહ પર મનુષ્યના આગમન વિશે ભવિષ્યવાણી કરી છે. તો ઘણા લોકો એમ માને છે કે મંગળ પર મનુષ્યને લાવવા સંબંધિત મિશનમાં આ વર્ષે મોટી સફળતા મળી શકે છે. સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે મંગળ પર માનવ વસાહત સ્થાપવાની વાત કરી છે.
તેઓ 2029 સુધીમાં મનુષ્યને મંગળ પર મોકલવા માંગે છે. આવી સ્થિતિમાં એવું બની શકે છે કે 2023 માં મંગળ ગ્રહ સંબંધિત એક મિશન એલોન મસ્કના મગજમાં હોય. પોપનું પરિવર્તન એ પણ નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીઓમાંની એક છે. જો આવું થશે તો પોપ ફ્રાન્સિસની જગ્યાએ અન્ય કોઈ આવશે. નોસ્ટ્રાડેમસના મતે પોપ ફ્રાન્સિસ છેલ્લા સાચા પોપ હશે. જે તેને બદલે છે તે કૌભાંડને જન્મ આપશે.
નોસ્ટ્રાડેમસે લખ્યું છે કે રાજવી ઇમારત પર આકાશી આગ. ઘણા લોકો નવી સંસ્કૃતિના ઉદય સાથે આને સમજે છે. જયારે ઘણા લોકો તેને વિશ્વના અંત તરીકે અર્થઘટન કરે છે. જ્યારે ઘણા લોકો વિશ્વના નવા કાયદા સાથે તેનું અર્થઘટન કરે છે. નોસ્ટ્રાડેમસે એકસાથે બે મહાન શક્તિઓના નવા જોડાણની રચના વિશે રસપ્રદ વાત કરી છે. નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીમાં આ જોડાણ એક મજબૂત માણસ અને નબળા પુરુષ અથવા સ્ત્રી નેતા વચ્ચે હશે. જો કે તેણે એમ પણ કહ્યું કે તેની અસર સારી રહેશે પરંતુ તે લાંબો સમય નહીં ચાલે.